• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દરબારગઢથી કાલાવડ નાકા બહાર રેંકડીના અડિંગાથી ટ્રાફિક સમસ્યા

દરબારગઢથી કાલાવડ નાકા બહાર રેંકડીના અડિંગાથી ટ્રાફિક સમસ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરદરબારગઢથી કાલાવડ નાકા બહાર આડેધડ રેંકડીધારકો અડીંગા જમાવી ટ્રાફિક સમસ્યામાં વધારો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને રોડ પરથી હજારો ભારે વાહનો તથા નાના વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડતી હોય છે.

શહેરનું તંત્ર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા નિષ્ફળ જઇ રહયું છે ત્યારે શહેરના દરબારગઢ વિસ્તારમાં રોજના હજારોની સંખ્યામાં માનવ મહેરામણ સાથે ભારે વાહનો તથા નાના વાહનોની અવર-જવર રહેતી હોય છે. કેમ કે, અહી ગ્રામ્ય લોકોથી માંડી શહેરીજનો ખરીદી કરવા આવતા હોય છે. રોડ પરથી એસટી બસોની અવરજવર રહેતી હોય છે. જેમાં દરબારગઢથી કાલાવડ નાકા બહાર સુધીમાં રેંકડીધારકો પોતાના બેરોફખોફ રોડની બન્ને બાજુએ અડિંગા જમાવી પોતાના વ્યવસાય કરતા હોય છે.

તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાતા રેંકડીધારકો વધી રહ્યા છે અને કાલાવડ નાકા બહાર રોડની બન્ને બાજુએ રેંકડીઓના જમેલા જોવા મળતા હોય છે. જેથી ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. અંગે પોલીસ વિભાગ તથા જામ્યુકો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવી શકે અને રાહદારીઓ તથા વાહનચાલકોને રાહતનો દમ મળે.

હજારોની સંખ્યામાં રાહદારીઓ તથા વાહનચાલકોની અવર-જવર

અન્ય સમાચારો પણ છે...