• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • રાહતરૂપ સમાચાર | ઉનાળાની આકરી સિઝનને ધ્યાને લઇ મુસાફરોને તરસ્યા નહીં રહેવા દેવાય

રાહતરૂપ સમાચાર | ઉનાળાની આકરી સિઝનને ધ્યાને લઇ મુસાફરોને તરસ્યા નહીં રહેવા દેવાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનીઋતુ શરૂ થતા આકરા તાપમાં વધારો થઇ રહયાે છે. ઋતુને ધ્યાને લઇ એસ.ટી. વિભાગ જામનગર દ્વારા મુસાફરો તથા કન્ડેકટરો, ડ્રાઇવરો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

જેમાં િજલ્લાના દરેક એસટી સ્ટેશનમાં ઠંડા પાણીની સુવિધા રાખવા વિભાગય નિયામક જીગ્નેશ બુચ દ્વારા સુચનાઆે આપવામાં આવી છે.

સૂર્યનારાયણના તાપમાં વધારો થઇ રહયો છે તે ધ્યાને લઇ એસટી વિભાગમાં મુસાફરી કરતા ગ્રામ્ય તથા શહેરીજનોની સુખાકારી માટે તંત્ર દ્વારા જિલ્લાના દરેક એસટી સ્ટેશનમાં ઠંડા પાણીની સુવિધા રાખવી તથા ડ્રાઇવર, કંડકટરાે માટે બનાવવામાં આવેલા રેસ્ટ રૂમમાં વિજળી ઉપકરણો ચકાસણી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી.

સુવિધાઓ જામનગર-દ્વારકાના તમામ એસટી સ્ટેશનમાં શરૂ કરાશે. જેથી મુસાફરોને આવી કાળઝાળ ગરમીમાં કોઇ પરેશાની પડે. મુસાફરો માટે ઠંડી પાણીની સુવિધા ઉપરાંત આરોગ્યલક્ષી સેવાઓ પણ સ્ટેન્ડબાય રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

ઉપરાંત મુસાફરોને ચાલુ મુસાફરી દરમિયાન ગરમીના પગલે ઉલ્ટી કે તાવ જેવી અસર જોવા મળે તો તાત્કાલીક નિગમના અધિકારીઓ દ્વારા આવા વ્યકિતઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાશે.

જિલ્લાના તમામ બસ સ્ટેશનમાં ઠંડા પાણીની સુવિધા રાખવા તંત્રનો આદેશ

અન્ય સમાચારો પણ છે...