• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • આખરે GSTમાં રિફંડના પેમેન્ટ ઓર્ડર આવ્યા, વેપારીઓનું રૂ.85 કરોડથી પણ વધુનું રિફંડ બાકી

આખરે GSTમાં રિફંડના પેમેન્ટ ઓર્ડર આવ્યા, વેપારીઓનું રૂ.85 કરોડથી પણ વધુનું રિફંડ બાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીના અમલીકરણ બાદ 6 મહિનાથી જામનગર શહેર-જિલ્લાના વેપારીઓનું રૂ.85 કરોડથી વધુનું રીફંડ બાકી છે ત્યારે આખરે રીફંડના પેમેન્ટ ઓર્ડર આવતાં વેપારીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે.રીફંડ માટે 10 વેપારીએ કરેલી અરજીમાંથી ભૂલ સબબ 8 ને ડેફીસીયન્સી મેમો આપવામાં આવ્યો છે.

જામનગર વેટ વિભાગના નાયબ કમિશ્નર ધર્મજીત યાજ્ઞિકે જણાવ્યું હતું કે,જીએસટીના રીફંડ પેમેન્ટ ઓર્ડર એટલે કે આરએફડી-05 આવ્યા છે.વેપારીઓએ રીફંડ માટે કરેલી અરજીની ચકાસણી હજુ પણ ચાલી રહી છે.

એપ્લીકેશનમાં વિગતો ભરી વેપારી રજૂ કરતાં 15 દિવસમાં રીફંડ મળે તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રીફંડ ઝડપથી મળે તે માટે અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડવા જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું.

રિફંડ માટે શું છે પ્રક્રિયા
વેપારીઓએ સૌ પ્રથમ જીએસટી રીફંડના પોર્ટલ પર આરએફડી01એ માં ઓનલાઇન અરજી કરવાની રહેશે.આથી એઆરએમ જનરેટ થશે.ત્યારબાદ આરએફડી01એ,એઆરએમ બંનેની પ્રિન્ટ આઉટ તથા નિકાસ અને સેઝના સ્ટેટમેન્ટ-3 મુજબના દસ્તાવેજો સ્થાનિક ધટક કચેરીમાં રજૂ કરવાના રહેશે.કચેરી 15 દિવસમાં રીફંડની પ્રક્રિયા કરશે.જેમાં આરએફડી02 માં અરજીની પહોંચ અપાશે.જો ભૂલ હશે તો આરએફડી03 માં ડેફીસીયન્સી મેમો અને જો ભૂલ નહીં હોય તો આરએફડી04 માં ઓર્ડર અને આરએફડી05 માં પેમેન્ટ સીધું વેપારીના બેંક ખાતામાં જમા થશે.

રિફંડ લેવા માટે આ દસ્તાવેજો જરૂરી
RFD01-A એટલે કે અરજી

ARN-પોર્ટલ જનરેટેડ કોપી

સ્ટેટમેન્ટ-3 મુજબની વિગત

જીએસટી PCT05 માં ઓથોરીટી લેટર

શીપીંગ બીલ,ડયુટી ડ્રો બેક લેટર,એકસપોર્ટ બીલ સેલ્ફ સર્ટીફાય

અન્ય સમાચારો પણ છે...