• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર તાલુકાના વસઇમાં રહેતા પ્રૌઢએ આર્થિક સંકડામણના કારણે ઘરે

જામનગર તાલુકાના વસઇમાં રહેતા પ્રૌઢએ આર્થિક સંકડામણના કારણે ઘરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના વસઇમાં રહેતા પ્રૌઢએ આર્થિક સંકડામણના કારણે ઘરે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. જયારે જાંબુડા રહેતી મહિલાને પેટમાં દુ:ખાવો ઉપડતા પતિની સાયકલ પાછળ બેસીને ગામ તરફ જઇ રહી હતી ત્યારે અચાનક નીચે પટકાતા હોસ્પીટલ ખસેડાતા તબીબે મૃત ઘોષિત કર્યા હતા.

વસઇમાં રહેતા વિક્રમસિંહ જાડેજા પ્રૌઢએ આજે વહેલી સવારે ફાંસો ખાઇ આયખું ટુંકાવી લીધુ હતુ.તેમણે આર્થિક સંકડામણથી પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર દિલીપસિંહએ જાણ કરતા સિકકા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર નજીક જાંબુડા વાડી વિસ્તારમાં રહેતા ભુરીબેન સુભાષભાઇ બગેડ નામની મહિલા ગઇકાલે બપોરે પેટમાં દુ:ખાવો ઉપડતા પતિ સુભાષભાઇની સાયકલ પાછળ બેસીને સ્થાનિક સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે જઇ રહી હતી જે દરમ્યાન રોડ પર સાયકલ પરથી નીચે પડી જતા હોસ્પીટલ લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવ અંગે પંચ એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...