• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ધરારનગરમાં એસઓજી શાખાએ રહેણાક મકાનમાં દરોડો

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ધરારનગરમાં એસઓજી શાખાએ રહેણાક મકાનમાં દરોડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ધરારનગરમાં એસઓજી શાખાએ રહેણાક મકાનમાં દરોડો પાડી ‌રૂા.1,36,080ની કિંમતનો 22 કિલો 680 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ડ્રાઇવિંગ કરતા શખ્સને પકડી પાડી પૂછપરછ હાથ ધરતા ઉપરોકત જથ્થો સુરતના શખ્સે સપ્લાય કર્યાનુ ખુલ્યું છે.પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ હાથ ધરી છે.જયારે તપાસનો દૌર પણ સુરત સુધી લંબાવાયો છે.

જામનગરમાં બેડેશ્વર વિસ્તારના ધરારનગર-1માં હાઉસિંગ બોર્ડની ચાલી ખાતે રૂમ નં.1માં ગઇકાલે પોલીસે દરોડો પાડી 22 કિલોથી વધુ ગાંજાના માતબર જથ્થા સાથે મામદ ઉર્ફે ડાડો ઓસમાણભાઇ સમા (ઉ.વ.45)ને પકડી પાડ્યો હતો અને રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન સહિત રૂા.1,53,080નો મુદામાલ કબજે કર્યો હતો. જથ્થો સુરતના વિજયદાદાએ પુરો પાડયો હોવાનુ કબુલતા બંને સામે એનડીપીએસ કલમ 20(બી) મુજબ ગુનો નોંધી સિટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજે રીમાન્ડની માંગણી સાથે પોલીસે આરોપીને અદાલતમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.પોલીસે સુરતી શખ્સને સકંજામાં લેવા તપાસનો દૌર સુરત સુધી લંબાવ્યો છે.આ ગાંજા પ્રકરણમાં અન્ય કોઇ સંડોવાયુ છે કે કેમ ω અન્ય ખરીદારો છે કે કેમ ω સહિતની બાબતનો તાગ મેળવવા આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...