જામ રોઝીવાડામાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાજિલ્લાના ભાણવડ તાલુકાના જામ રોઝીવાડા ગામની સીમની એક વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી પીએસઆઈ પી.આર. રામાણી તથા સ્ટાફે દરોડો પાડયો હતો. સ્થળે આવેલી પ્રકાશ કેશુભાઈ કરથિયા ઉર્ફે દિનેશની વાડીના મકાનમાં પ્રકાશને નાલ આપી ત્યાં ગંજીપાનાથી જુગાર રમતા કાંતિભાઈ વસરામભાઈ સોલંકી, નિમીશ લખમણભાઈ સોલંકી, કૌશિક કાનજીભાઈ કારેણા, અશોક રામદેભાઈ સોલંકી તેમજ મુળૂભાઈ માલદેભાઈ નનેરા નામના પાંચ શખ્સો પોલીસના હાથમાં આવી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૭૧,૫૩૦ રોકડા, પાંચ મોબાઈલ ફોન, પાંચ મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૮૭,૦૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ સામે જુગારધારાની કલમ-૪, હેઠળ ગુન્હો નોંધ્યો હતો.