દ્વારકા જિલ્લામાં 6 થી 15 જુલાઇ નર્મદા રથ નીકળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરદારસરોવર નર્મદા પરિયોજનાનાથી ગુજરાતના નાગરિકોને શું ફાયદો થયો છે અને થનાર છે તેની લોકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે તા.૬ જૂલાઈથી ૧પ જૂલાઈ દરમિયાન નર્મદા રથ જિલ્લાના ગામોમાં ફેરવી નર્મદા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકોને જોડી જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવાનું છે. જે સંદર્ભેમાં તાલુકા ગામોને આવરી લેવાનું આયોજન કરવા માટે આજ રોજ કલેકટર કચેરી કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક મળી હતી.

કલેકટરે નર્મદા નીરથી હાલમાં લાભાન્‍વિત થયેલાં ગામો તેમજ ભવિષ્યમાં લાભ પામનાર ગામો અને મળનાર લાભ (સિંચાઈ કે પીવાનુ પાણી) ની વિગતોની ચર્ચા કરી હતી.દ્વારકા જિલ્‍લાના ખંભાળીયા તથા દ્વારકા બન્‍ને પ્રાંતમાં અલગ અલગ રથનું આયોજન કરાયું છે. રથયાત્રા જે જે ગામે જાય ત્‍યાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ,નિબંધ,વકતૃત્‍વ સ્‍પર્ધા,લોકડાયરા,સાયકલ રેલી તેમજ ડોકયુમેન્‍ટ્રી ફીલ્‍મ જેવા કાર્યક્રમો યોજાશે અને નર્મદા ડેમનું મહત્‍વ લોકોને સમજાવશે. કલેકટરએ વધુમાં જણાવ્‍યું કે,આ યાત્રા અંતર્ગત અલગ અલગ કમિટીઓની રચના કરાશે.

અન્ય સમાચારો પણ છે...