ખંભાળિયા ખાતે જિલ્લાસ્તરીય મુદ્રા લોન વિતરણ સમારોહ
કેન્દ્રસરકારની યોજના મુદ્રાલોન યોજના તા.૮-૪-૨૦૧૫ થી અમલમાં આવી છે. જેનો દ્વારકા જિલ્લાનો જિલ્લા સ્તરીય મુદ્રાલોન વિતરણ સમારોહ ખંભાળીયામા સાંસદ પુનમબેન માડમની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
તકે સાંસદે જણાવ્યુ હતું કે,સામાન્ય લોકો જેને પોતાનો નાનો ઉદ્યોગ, વ્યવસાય, દુકાન સ્થાપવા માટે બેંકમા કોઇ ગેરેંટેડ હોય જેની પાસે ગીરવે રાખવા માટે મિલ્કત હોય એવા હુનર ધરાવતા લોકો માટે સરકાર ગેરેંટેડ બની મુદ્રાલોન અંતર્ગત લોન સહાય આપે છે. વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૫માં યોજનાની શરૂઆત કરાવી છે. યોજનાની વિગતો આપતા જણાવ્યું કે શીશુ, કિશોર અને તરૂણ એમ ત્રણ તબકકામાં ૫૦ હજાર થી ૧૦ લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે. કાર્યક્રમમાં ધારાસભ્ય મેરામણભાઇ ગોરિયા, કલેકટર એચ. કે પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વસ્તાણી, સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
3 તબક્કામાં 50 હજારથી 10 લાખ સુધી લોનની સહાય આપવામાં આવે છે