તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | પવનચક્કીનજીકના બાવાવાડમાં એક મકાનમાંથી મંગળવારે પોલીસે એકાવન બોટલ

જામનગર | પવનચક્કીનજીકના બાવાવાડમાં એક મકાનમાંથી મંગળવારે પોલીસે એકાવન બોટલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | પવનચક્કીનજીકના બાવાવાડમાં એક મકાનમાંથી મંગળવારે પોલીસે એકાવન બોટલ શરાબ પકડી પાડયો હતો. મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી મંગળવારે બે વાગ્યે સિટી-એના પીએસઆઈ કે.આર. સકસેનાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. જાડેજા તથા સર્વેલન્સ સ્કવોડે દરોડો પાડયો હતો. બાવાવાડમાં આવેલા જગદીશ મોહનભાઈ પરમાર ઉર્ફે જગા સતવારાના મકાનમાં પોલીસે તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની પ૧ બોટલ નીકળી પડી હતી. પોલીસે રૂ.રપપ૦૦ની બોટલ કબજે કરી જગાની ધરપકડ કરી હતી. કાર્યવાહીમાં સ્ટાફના જાડેજા, પરેશ ખાણધર, મુકેશસિંહ, અશોક સોલંકી, નરેન્દ્રસિંહ , યોગરાજસિંહ, શિવભદ્રસિંહ, ફિરોઝ ખફી, સંદીપ , રામદેવસિંહ સાથે હતા.

શરાબની એકાવન બોટલ સાથે એકની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...