તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ધ્રોલમાં જિલ્લાના 67 ગુજકોસ્ટ સાયન્સ ક્લબોએ વૃક્ષારોપણ કર્યું

ધ્રોલમાં જિલ્લાના 67 ગુજકોસ્ટ સાયન્સ ક્લબોએ વૃક્ષારોપણ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલનાંએમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ચોમાસા વાવેલ વૃક્ષો વટવૃક્ષ બનેતે આશયથી જામનગર જિલ્લાની ૬૭ જેટલી વિવિધ સાયન્સ કલબો દ્વારા વૃક્ષને વાવી તેનાં ઉછેર સાથેનાં સંકલ્પ કરી વૃક્ષારોપણ કરાયું હતું તેમજ ઘેર ઘેર તુલશીનાં છોડનો ઉછેર થાય તેવા પ્રયાસો શરુ કરવા સાથે ધ્રોલની વિવિધ કચેરીઓમાં વૃક્ષારોપણ કરાયું હતું.

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરીત ધ્રોલનાં એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અનોખી રીતે કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લામાં ૬૭ જેટલા ગુજકોસ્ટ સાયન્સ કલબો છે. તેમાં ચોમાસા પહેલા એક એક વૃ્ક્ષ વાવીને તેનો ઉછેર થાય અને તે વટવૃક્ષ બને તેમજ તે ગુજકોસ્ટ સાયન્સ કલબ વૃક્ષ તરીકે ઓળખાય તેવા પ્રયાસો કરવામાં આવેલ. ૬૭ સાયન્સ કલબો દ્વારા ૬૭ વૃક્ષો વવાય અને તેનો યોગ્ય જાળવણીથી ઉછેર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. તેમજ ઘેર ધેર તુલશીનાં છોડનો ઉછેર થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. ધ્રોલ શહેરનાં જાહેર સ્થળો તેમજ મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત નગર પાલિકા કચેરી બેન્કો દવાખાના જેવા મુખ્ય સ્થળોએ પણ જેતે સ્થળનાં મુખ્ય વ્યકિતઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભગીરથ કાર્યમાં વૃક્ષારોપણ માટેનાં વૃક્ષો વનવિભાગ ધ્રોલ દ્વારા પુરા પાડવામાં આવ્યા હતાં.

એમ.ડી, મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રે પર્યાવરણ દિવસની ઉજવણી કરી

અન્ય સમાચારો પણ છે...