તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખીજડિયા અભયારણ્યમાં કરાયેલા બાંધકામ દૂર કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરખીજડીયા પક્ષી અભયારણ્યમાં વિકાસના ઓઠા હેઠળ કરાયેલા બાંધકામ 10 દિવસમાં દૂર કરવા પર્યાવરણ પ્રેમીઓએ મુખ્ય વન સંરક્ષકને આવેદન પાઠવ્યું હતું.જેમાં અણધડ વિકાસથી પક્ષીઓના અસતિત્વને ખતરો હોય તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

પર્યાવરણ પ્રેમીઓએ પાઠવેલાં આવેદનમાં જણાવ્યું છે કે,ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વિકાસના નામે જે અણધડ ફેરફારો કરવામાં આવ્યા છે જે પક્ષીઓ માટે નુકસાનકારક હોય બાબતે 10 મહિનાથી સ્થાનિક અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે.પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.આથી પક્ષીઓના આગમન પહેલાં નવા રસ્તા,પાળા, ઝૂલતા પુલ,લાકડાના પુલ તાકીદે દૂર કરવા,પક્ષીઓના રહેઠાણ અને વિશ્રામની જગ્યા સુધી વાહનો પર પ્રતિબંધ મૂકવા, અભયારણ્યમાં શુંટીગ સહીતની પ્રવૃતિ બંધ કરવા,કાપવામાં આવેલા વૃક્ષોનું પુન:વાવેતર કરવા,બેન્ચીસ દૂર કરવા,વેટલેન્ડમાંથી ઉપાડવામાં આવેલી માટી પુન: પ્રસ્થાપિત કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...