તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોટોગ્રાફરના ઘરમાં ઘૂસી માર મારવામાં આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાનામીઠાપુર તાબેના સુરજકરાડીના એક ફોટોગ્રાફરને નાગેશ્વર મંદિર પાસે ફોટા પાડવાની ના પાડી નવ શખ્સોએ ઘરમાં ઘૂસી માર મારી તોડફોડ કરી હતી. ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડી 9 સામે ફરિયાદ નોધાવાઇ હતી.

મીઠાપુરથી 14 કિ. મી. દૂર આવેલા ગોરીયાણીમાં રહેતા અને નાગેશ્વર મંદિરમાં આવતા યાત્રાળુઓના ફોટા પાડી ગુજરાન ચલાવતા ગગાભા માણેક ફોટા પાડતા હતા ત્યારે ત્યાં નવઘણ સ્ટુડિયો દુકાન ચલાવતા માયાભા સુમણિયાએ આવી તું યાત્રાળુઓના ફોટા કેમ પાડી આપે છે તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. ત્યારપછી માયાભા, સુકાભા, રામભા, રમેશભા, દેવુભા, મુરાભા, રાઘાભા, પરબતભા અને આશાભા રામભા નામના 9 શખ્સોએ લાકડી-પાઈપ વડે ગગાભા પર હુમલો કરી ગોરીયાણીમાં આવેલા તેના મકાનમાં પણ નુકસાન કર્યું હતું. બાબતની ગગાભાના માતા જેઠીબાઈ આલાભા માણેકે મીઠાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...