તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં 11 ગામોના બાળકો માટે સમર કેમ્પનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ્સારફાઉન્ડેશન દ્વારા રિફાઇનરી વીજ મથક નજીકના 11 ગામોના બાળકોના વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં દેશી રમતની સાથે આર્ટ એન્ડ ક્રાફટ, ફોટોગ્રાફી, ગણિતની ગમ્મત, ચિત્રકામ, ફિલ્મ દર્શન સહિત મનોરંજન સભર કાર્યક્રમ રાખવામાં આવ્યા હતાં અને 517 બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો.

વેકેશન દરમિયાન બાળકો માટે સમર કેમ્પના અાયોજન કરવામાં આવતા હોય છે. પરંતુ ગ્રામીણ કક્ષાએ પ્રકારની કોઇ પ્રવૃત્તિ હાથ ધરાતી હોતી નથી. જે એસ્સાર દ્વારા ધ્યાને લેતા રિફાઇનરી વીજ મથકની આજુબાજુમાં રહેતા 11 ગામોના બાળકોને સમર કેમ્પનો લાભ મળી રહે તે માટેનુ આયોજન કરાયું હતું. જેમાં બાળકાે, શિક્ષકો, માતા-પિતા, સરપંચો વગેરેની રૂબરૂ મુલાકાત કરવાની સાથે ગ્રામ શિક્ષા અંતર્ગત યોજાનારા સમર કેમ્પથી બાળકોને મળનારા લાભ અંગે માહિતગાર કરાયા હતા.

એસ્સાર રિફાઇનરી આસપાસના 11 ગામોના બાળકોનો સમાવેશ

અન્ય સમાચારો પણ છે...