તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભાસ્કરન્યૂઝ | જામનગર ગુજરાતસરકારના ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન

ભાસ્કરન્યૂઝ | જામનગર ગુજરાતસરકારના ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કરન્યૂઝ | જામનગર

ગુજરાતસરકારના ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ જી.એસ.ડી.એમ.એ. દ્વારા સમગ્ર ગુજરાતમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી તા.27 જુનથી તા.1 જુલાઇ દરમિયાન કરવામાં આવી હતી. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકની કુલ 643 શાળાઓમાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તા.27 જુનના મુખ્યમંત્રી દ્વારા શાળા સલામતી સપ્તાહની શરૂઆત બાઇસેગ મારફત તમામ શાળાઓને સંબોધી કરવામાં આવી છે.

સપ્તાહની શરૂઆતમાં નાયબ કલેકટર ખંભાળીયા તથા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારકા દ્વારા તાલુકાની કંચનપુર પ્રા. શાળામાં જિલ્લા કક્ષાનું ઉદઘાટન દિપ પ્રાગટય તથા આફત વ્યવસ્થાપન અંગેના ચાર્ટનું અનાવરણ કરી કરવામાં આવ્યું હતું.

દ્વારકાના ફાયર અને ઇમરજન્સી સર્વીસીસ દ્વારા રૂપેણ બંદર પ્રાથમિક શાળા, દ્વારકા પ્રા.શાળા-2, અવલપરા પ્રા.શાળામાં ડેમોસ્ટ્રેશન હાથ ધરવામાં આવ્યંુ હતું તથા 108 તથા નગરપાલિકા દ્વારા પણ અલગ-અલગ શાળાઓ, અન્ય એજન્સીઓ દ્વારા 20 શાળાઓમાં ડેમોસ્ટ્રેશન કરાયું હતું તેમ દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું હતું.

દ્વારકા િજલ્લા પ્રા.શિક્ષણ વિભાગ દ્વારા 643 શાળાઓમાં કાર્યક્રમ યોજાયા, ભૂલકાંઓને સમજણ અપાઇ

એન.ડી.આર.એફ દ્વારા ખંભાળીયા તાલુકાના વિંઝલપરમાં ડેમોસ્‍ટ્રેશન હાથ ધરાયું હતું

દેવભૂમિ દ્વારકામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...