તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાંસોમવારથી વીજ વિભાગ દ્વારા વીજ ચેકિગ હાથ ધરવામાં આવી

જામનગરમાંસોમવારથી વીજ વિભાગ દ્વારા વીજ ચેકિગ હાથ ધરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાંસોમવારથી વીજ વિભાગ દ્વારા વીજ ચેકિગ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમર્પણ રોડથી નવાગામ ઘેડ સુધીના વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત સોમવારથી જામનગર શહેરમાં વધુ એક વખત વીજ ચેકીંગ શરૂ કરાતા વીજ ચોરામાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

પીજીવીસીએલના સિટી-1 ડિવિઝન હેઠળ આવતા જામનગર સર્કલના સેન્ટ્રલ ઝોન અને સાત રસ્તા સબ ડિવિઝન અંતર્ગતના વિસ્તારો જેમાં ખોડિયાર કોલોની, સમર્પણ રોડ અને નવાગામ ઘેડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યાં 31 ટૂકડીઓ મારફત વીજચોરો પર ધોંસ બોલાવી છે. ટૂકડીઓની સાથે 15 એસઆરપીમેન, 19 એક્સ આર્મીમેન અને 3 વીડિયોગ્રાફરો જોડાયા છે.

સોમવારથી શરૂ થયેલ ચેકિગ કાર્યવાહી બાદ વીજકંપની દ્વારા 524 વીજ કનેકશનો ચેક કરાયા હતાં જેમાં 91માં ક્ષતિ સામે આવતા રૂા. 8.67 લાખના દંડ ફટકારવામાં આવ્યા હતાં. આમ સોમવારથી વીજ ચેકિગ કાર્યવાહી શરૂ થતા વીજ ચોરોમાં ગભરાટની લાગણી જન્મી હતી.

અન્ય સમાચારો પણ છે...