તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પૂર્વ મહિલા કોર્પોરેટર અને તેના પતિને ધમકી અપાઇ હતી

પૂર્વ મહિલા કોર્પોરેટર અને તેના પતિને ધમકી અપાઇ હતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વકોર્પોરેટર ક્રિષ્નાબેન દવેના પતિ ચેતનભાઇએ કરેલા આપઘાત પ્રકરણમાં મંદિરની જગ્યા પચાવી પાડવાનો કારસો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પૂર્વ મહિલા કોર્પોરેટર અને તેના પતિને જગ્યા બાબતે અગાઉ નિવૃત પોલીસમેનના ભાઇ સહિતનાએ ધમકી આપ્યાનો ધડાકો થતા ચકચાર મચી ગઇ હતી.

ચેતનભાઇએ સ્યુસાઇડનોટમાં લખ્યું હતું કે, નિવૃત પોલીસમેન ભરતસિંહ અને તેનાભાઇ બાબુસિંહે અન્ય કેટલાક લોકો સાથે મળી કાવત્રુ રચી મંદિરનું ટ્રસ્ટ બનાવી લીધું હતું, ટ્રસ્ટ બનાવવા માટે ચેરિટી કમિશનર પાસે બોગસ દસ્તાવેજો રજુ કર્યા હતા અને બોગસ ઠરાવો પણ પસાર કરી દીધા હતા. રાજપૂત સમાજ લગ્ન સમિતી માટે થોડો સમય જગ્યા ફાળવવાના બ્હાને ભરતસિંહે મંદિરના પટ્ટમાં આવેલી ઓફિસની જગ્યા માગી હતી અને કાયમી જગ્યા મળ્યા બાદ તે પરત કરી દેવાની ખાત્રી આપી હતી પરંતુ ઓફિસની જગ્યા મળ્યા બાદ ચબુતરો અને બગીચો બનાવી દબાણ કરી દીધું હતું. ત્યારબાદ બોગસ દસ્તાવેજના આધારે મોબાઇલનો ટાવર ઉભો કરી દીધો હતો. સંતબાપુની ઓરડીનું તાળું તોડી પોતાનું તાળુ મારી દીધું હતુ અને અંગે પૂર્વ કોર્પોરેટર ક્રિષ્નાબેન અને ચેતનભાઇને ધમકી આપી હતી કે, ‘બીજી વખત આવતા નહી નહીતર હાથ-પગ ભાંગી નાખશું’. ચેતનભાઇએ સ્યુસાઇડનોટમાં કોંગ્રેસના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ જાડેજા, ઘનુભા જાડેજા, જયદિપસિંહ ઝાલા સહિતનો ઉલ્લેખ કર્યો હતો, જોકે ઉપરોક્ત લોકોની શું ભુમિકા હતી તે અંગે તપાસ શરૂ કરી હતી.

મંદિરના ચેરિટી કમિશનર પાસે બોગસ દસ્તાવેજો રજુ કર્યા હતા

કંટાળી ચેતનભાઇ દવેએ આપઘાત કરતા તેના પરિવારજનોએ પોલીસ સામે આક્રોશ ઠાલતાં કહ્યું હતું કે, ‘શનિવારની ઘટના હોવા છતાં જવાબાદરો સામે શા માટે ગુનો નોધ્યો નહી’, પરિવારજનોએ જ્યાં સુધી ગુનો નોંધાય નહી ત્યાં સુધી લાશ સંભાળવાનો ઇન્કાર કરી દીધો હતો, જોકે પોલીસે સ્યુસાઇડનોટ કબજે કરી હસ્તાક્ષર નિષ્ણાંત પાસે મોકલી દીધી હતી અને એફએસએલ રિપોર્ટ બાદ ગુનો નોંધવાની ખાત્રી આપતા પરિવારે લાશ સંભાળી હતી.

FSL રિપોર્ટ બાદ કાર્યવાહીની ખાતરી મળતાં લાશ સંભાળી

શનિવારે સાંજે ચેતનભાઇ દવેએ ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સોમવારે બપોરે તેમનું મોત નીપજ્યું હતું. અંગેની જાણ થતાં મૃતકના પત્ની પૂર્વ કોર્પોરેટર ક્રિષ્નાબેન દવે પી.એમ.રૂમે દોડી ગયા હતા અને તેમણે આક્રોશ સાથે કહ્યું હતું કે, ‘મને પુછ્યા વગર લાશ પીએમ માટે કોણ લઇ આવ્યું’, જોકે પોલીસે પોતે કાર્યવાહી કર્યાનું કહી મામલો થાળે પાડ્યો હતો.

‘મને પૂછ્યા વગર લાશ કોણ લઇ આવ્યું’, પત્નીનો આક્રોશ

અન્ય સમાચારો પણ છે...