• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં નિયમોની છટકબારીનો લાભ લઇ સોસાયટીના કોમન પ્લોટ હડપવાનો

જામનગરમાં નિયમોની છટકબારીનો લાભ લઇ સોસાયટીના કોમન પ્લોટ હડપવાનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં નિયમોની છટકબારીનો લાભ લઇ સોસાયટીના કોમન પ્લોટ હડપવાનો રીતસર કારસો ચાલી રહ્યો છે. કારણ કે,મનપામાં લેઆઉટ પ્લાન મંજૂર થયા પછી કોમન પ્લોટની માલીકી સોસાયટીની હોય જામ્યુકોની કોઇ જવાબદારી રહેતી નથી. આથી જ તો શહેરમાં અનેક કોમન પ્લોટ પર ગેરકાયદે બાંધકામના ખડકલા થયા છે. તો અનેક પ્લોટનું વેંચાણ થઇ ગયું છે. ત્યારે શહેરમાં કોમનપ્લોટ લગભગ ગાયબ થઇ ગયા છે.હાલમાં સોસાયટીના કોમન પ્લોટ માત્ર કાગળ પર બોલી રહ્યા છે અને તેની મહાનગરપાલિકાને ખબર જ નથી. બિલ્ડરો અને મનપાના અધિકારીઓની મીલીભગતથી સમગ્ર ખેલ ચાલી રહ્યો છે જેનો ભોગ અજાણ રહેવાસીઓ બની રહ્યા છે.શહેરની પટેલકોલોની,પટેલ પાર્ક,લાલપુર રોડ પર નવનિર્મિત સોસાયટી,મેહુલનગર,ખોડીયાર કોલોની,પાર્કકોલોની,પંચવટી સહીતના વિકસતા વિસ્તારોમાં નિર્મિત સોસાયટીઓમાં કોમન પ્લોટ ગોત્યા જડતા નથી.બીજીબાજુ કોમન પ્લોટ પર ગેરકાયદે બાંધકામ તો અમુક કિસ્સામાં ગેરકાયદે વેંચાણ કરી ઘણાં બિલ્ડરો કરોડપતિ તો મનપાના અધિકારીઓ માલામાલ થયાનું પણ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે આ મુદે જો ઝીણવટભરી અને તટસ્થ તપાસ કરવામાં આવે તો મસમોટા કૌંભાડની શકયતા પણ નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...