તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરના મોટી બાણુંગાર ગામેથી સગીરાનુ અપહરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામે રહેતા અને ખેતમજુરીકામ કરતા પરપ્રાંતિય પરીવારની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે પાડોશી ખેતમજુર શખ્સ અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવાઇ છે. ખેતમજુરી કામ કરતો ગુલાબ પુંજાભાઇ ભીલ (રે.ટેરકા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ) શખ્સ લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે ભગાડી ગયાની ફરીયાદ નોંધાવાતા અપહ્યત સગીરા અને અપહરણકારની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અપહરણનો બનાવ ગત તા.17/5ના રોજ બન્યો હોવાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...