• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન બાદ પ્રૌઢાનું મોત

શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન બાદ પ્રૌઢાનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના ખોડીયાર કોલોનીમાં આવેલી ખાનગી હોસ્પીટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ પ્રૌઢાનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હોવાના બનાવમાં પરીવારજનો દ્વારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરાયો હતો.જયારે ખાનગી તબીબ દ્વારા ઓપરેશનમાં કોઇ ખામી ન હોવાનું જણાવ્યા બાદ પણ મામલો ગરમાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

જામનગરમાં ગુલાબનગર નજીક મહાવીરનગર રહેતા મુળ ગોંડલના ધરાળાના વતની નિર્મળાબેન લકુમને એક વર્ષથી ગર્ભાશયની તકલીફ હોવાથી સારવાર માટે ખોડીયાર કોલોની વિસ્તારના દિવ્યમ કોમ્પલેક્ષમાં આવેલી વેદ સર્જીકલ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ઓપરેશન બાદ સારવારમાં મૃત્યુ નિપજયુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે. મૃતકના પરીવારજનોએ તબીબી બેદરકારીના કારણે મૃત્યુ થયાનો આક્ષેપ કરતા મામલો ગરમાતા સીટી સી ડીવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસની ખાતરી આપી હતી. આ અંગે પોલીસે પતિ ભુરાભાઇ લકુમના નિવેદન આધારે મૃત્યુની નોંધ કરી છે.

પીએમમાં કારણ સ્પષ્ટ થશે
આ અંગે તબીબી બેદરકારી ન હોવાનું ડો.વી.એચ.પોપલીયાએ જણાવી સંભવત હાર્ટએટેકનુ અનુમાન દર્શાવી પીએમ રીપોર્ટમાં મૃત્યુનુ ચોકકસ કારણ સ્પષ્ટ થશે તેમ જણાવ્યુ હતુ.



જામનગરના ખોડીયાર કોલોનીમાં આવેલી ખાનગી હોસ્પીટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ પ્રૌઢાનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હોવાના બનાવમાં પરીવારજનો દ્વારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરાયો હતો.જયારે ખાનગી તબીબ દ્વારા ઓપરેશનમાં કોઇ ખામી ન હોવાનું જણાવ્યા બાદ પણ મામલો ગરમાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

જામનગરમાં ગુલાબનગર નજીક મહાવીરનગર રહેતા મુળ ગોંડલના ધરાળાના વતની નિર્મળાબેન લકુમને એક વર્ષથી ગર્ભાશયની તકલીફ હોવાથી સારવાર માટે ખોડીયાર કોલોની વિસ્તારના દિવ્યમ કોમ્પલેક્ષમાં આવેલી વેદ સર્જીકલ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ઓપરેશન બાદ સારવારમાં મૃત્યુ નિપજયુ હોવાનુ પોલીસમાં જાહેર થયુ છે. મૃતકના પરીવારજનોએ તબીબી બેદરકારીના કારણે મૃત્યુ થયાનો આક્ષેપ કરતા મામલો ગરમાતા સીટી સી ડીવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તપાસની ખાતરી આપી હતી. આ અંગે પોલીસે પતિ ભુરાભાઇ લકુમના નિવેદન આધારે મૃત્યુની નોંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...