• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં ફ્લેટમાં જુગાર રમતા પાંચને ઝડપી લેવાયા

જામનગરમાં ફ્લેટમાં જુગાર રમતા પાંચને ઝડપી લેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં સમર્પણ હોસ્પીટલ નજીક એપાર્ટમેન્ટના ફલેટમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને પકડી પાડી રૂા.27500ની રોકડ અને કાર સહિત રૂા.127500નો મુદામાલ કબજે કર્યો હતો.જયારે જામનગર-હાપા-ધુંવાવમાં અન્ય ત્રણ દરોડામાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

સમર્પણ હોસ્પીટલ નજીક વૃંદાવન એપાર્ટમેન્ટના ફલેટમાં જુગાર રમતા દીપકભાઇ ઉર્ફે મુન્નો નરેન્દ્ર ખેતીયા, મહેન્દ્રસિંહ ઝાલા, રામયલભાઇ મંથર, રાયધન રાઠોડ અને બીપીનભાઇ ભાલોડીયાને પકડી રૂા.127500ની મતા કબજે કરી હતી.

બીજા દરોડામાં શંકર ટેકરી નજીક કામલીયા વાસમાં જુગાર રમતા વિનોદ ચૌહાણ અને અનિલસિંહ જાડેજાને પોલીસે પકડી રૂા.760ની રોકડ રકમ કબજે કરી હતી.જયારે અન્ય દરોડાઓમાં ધુંવાવમાં પાનની દુકાને જુગાર રમતા સલીમ ઉર્ફે લંગડો મહમદભાઇ પંચા અને ઇમરાન ઉર્ફે ઇશાભાઇ ધુંધાને પકડી રૂા.1760ની મતા કબજે કરી હતી.જયારે હાપામાં જુગાર રમતા ભગવાનદાસ ઉર્ફે ભગુ જમનાદાસ દેવાણીને પોલીસે ઝડપી લઇ રોકડ-મોબાઇલ મળી રૂા.3870ની માલમતા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...