તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભાણવડમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ ત્રાટકી

ભાણવડમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ ત્રાટકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાજિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલામાં ગામમાં રહેણાકમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી પરથી રાજ્યની મોનીટરીંગ સેલે દરોડો પાડી એક ધમધમતું જુગારધામ પકડી પાડયું હતું. જેમાં બે સખસો પોલીસના સંકજામાં આવી ગયા હતા, જ્યારે એક શખ્સ પોલીસને જોઈ નાશી છૂટ્યો હતો.

ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં એક શખ્સના મકાનમાં ગંજીપાનાનો જુગાર રમાતો હોવાની બાતમી ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા બુધવારે સાંજે સેલના પીઆઈ એલ.બી. ડાભી તથા સ્ટાફના પ્રતિપાલસિંહ રણજીતસિંહ સહિતનો સ્ટાફ કાટકોલા ધસી આવ્યો હતો. ત્યાં આવેલા દિનેશ પાલાભાઈ કરમુરના મકાનમાં પાડવામાં આવેલા દરોડામાં દિનેશને નાલ આપી જુગાર રમતા માલદે અરશીભાઈ, મોટા કાલાવડના વજશી સામતભાઈ કનારા ઝડપાઈ ગયા હતા. જ્યારે દિનેશ કરમુર હાથતાળી આપી નાસી ગયો હતો. સેલ દ્વારા પટમાંથી રૂ.૧૫૦૩૦ રોકડા, પાંચ મોબાઈલ, જીજે-૩૭-બી ૩૫ નંબરની મારૂતી અલ્ટો મોટર, ૬૫ નંગ કોઈન (ટોકન) તેમજ ૧૫૯ નંગ ગંજીપાના મળી કુલ રૂ.૨,૨૨,૫૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શખ્સો સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪, હેઠળ ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.

એક શખ્સ પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો

અન્ય સમાચારો પણ છે...