તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • માથાભારે શખ્સ દ્વારા પિતા પુત્ર પર હુમલો, દુકાનને આગ ચાંપી

માથાભારે શખ્સ દ્વારા પિતા-પુત્ર પર હુમલો, દુકાનને આગ ચાંપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેડીનજીકના ગરીબનગરમાં આવેલી ચા-નાસ્તાની દુકાને એક શખ્સ મફત નાસ્તો કરવા ગયો હતો, શખ્સને મફત ચા-નાસ્તો આપવાની ના પાડી દેવાતા શખ્સે વેપારી પિતા-પુત્ર પર હુમલો કરી તેઓની દુકાનમાં આગ લગાડી હતી અને કાચ તોડી નુકસાન કર્યું હતું.

બેડેશ્વરમાં આવેલા ગરીબનગરના પાણખાણમાં રહેતા નિકુંજભાઈ મદલાણી અને તેમના પિતા સુધીરભાઈ મદલાણી ગરીબનગરમાં ચા-નાસ્તાની દુકાન ચલાવે છે, ત્યાં બુધવારે સવારે અગિયારેક વાગ્યે પાણાખાણમાં રહેતો વલીમામદ કાસમ ઉર્ફે વલો વાઘેર નામનો શખ્સ આવ્યો હતો. જ્યાં તેણે પિતા-પુત્ર પાસે મફતમાં નાસ્તા અને ઠંડા-પીણાની માગણી કરતા નિકુંજભાઈએ મફત વસ્તુ આપવાની ના પાડી હતી.

આથી ઉશ્કેરાયેલા વલા વાઘેરે પેટ્રોલનો શીશો ભરી આવી નિકુંજભાઈની દુકાનમાં છાંટી આગ લગાડી હતી.

ત્યાર પછી દુકાનના ટેબલ પર હાથ પછાડી શખ્સે કાચ તોડયો હતો. એકાદ કલાક સુધી બઘડાટી બોલાવ્યા પછી વલો નાસી ગયો હતો. બાબતની નિકુંજભાઈએ પોલીસને જાણ કરી હતી અને સિટી-બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...