તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આેપન જામનગર જનરલ નોલેજ ક્વિઝ હરીફાઇ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંશ્રધ્ધા એજયુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપન જામનગર જનરલ નાલેજ કવીઝ હરીફાઇનું નિ:શુલ્ક આયોજન તા. 11ના સાંજે 5 વાગ્યે કુંવરબાઇની ધર્મશાળા, પવનચકકી પાસે કરવામાં આવ્યું છે.

કવીઝનની વિશેષતા છેકે, 1991 પછી પહેલીવાર તરત ઇનામમાં સોનાની વસ્તુ આપવામાં આવશે. પ્રધાનમંત્રીની મનકી બાત લાેકો સાંભળતા પ્રેરાય તે હેતુથી ઇનામમાં ટ્રાન્ઝીસ્ટર, કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા બદલ અર્લીબર્ડ પ્રાઇઝ ડ્રો સ્વરૂપે લકી વિજેતાને આપવામાં આવશે. હરીફાઇને બીજી હરીફાઇ કરતા અલગ રીતે રજુ કરવામાં આવશે. હરીફાઇમાં કવીઝ માસ્ટર અને સંસ્થાના આનંદ દવે દ્વારા જહેમત ઉઠાવવામાં અાવશે અને નિરેન છોટાઇ પોતાની અનોખી શૈલીથી લોકોનો કવીઝમાં રસ જળવાઇ રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. કાર્યક્રમમાં જામનગરના લોકોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...