તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસ પાછો ખેંચી લેવાનું કહી પરિણીતાને ધમકી અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાતાલુકાના શક્તિનગરમાં રહેતા એક પરિણીતાએ બેએક મહિના પહેલા પોતાના પતિ સામે કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કેસ પાછો ખેંચી લેવાનું કહી પતિ અને ચાર શખ્સો ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ખંભાળિયાના શક્તિનગરમાં રહેતા શોભનાબેન પ્રદ્યુમનસિંહ રાઠોડ (ઉ.વ.રપ)એ બેએક મહિના પહેલા પોતાના પતિ પ્રદ્યુમનસિંહ અજીતસિંહ રાઠોડ સામે કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કેસ પાછો ખેંચી લેવાનું કહી શોભનાબેનને પતિ અને યોગેશ અજીતસિંહ રાઠોડ, ભરતસિંહ હરપાલસિંહ તથા એક અજાણ્યા શખ્સે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવાઇ હતી. પોલીસે ગુનો નોધી પતિ સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...