તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મનપાને તાળાબંધી, સ્ટેન્ડિંગ ચેરમેન પર બંગડી�ના ઘા

મનપાને તાળાબંધી, સ્ટેન્ડિંગ ચેરમેન પર બંગડી�ના ઘા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેરમાં પાણીની વિકટ સ્થિતી સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે ગુરૂવારે કોંગ્રેસે પાણીની માગ સાથે મહાનગર પાલિકા કચેરીને તાળાબંધી કરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર બંગડીઓ ફેંકતા માહોલ તંગ બની ગયો હતો.

જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ ગુરૂવારે બપોરે મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી હોલની બહાર ઘેરો ઘાલ્યો હતો, અને પાણી આપો પાણી આપોનો નારો લગાવી, શહેરને પાણી પુરૂ પાડવામાં નિષ્ફળ ગયેલા શાસકોને રાજીનામાં આપવાની માગ કરી સુત્રોચ્ચાર કર્યા હતા.

શાસક ભાજપના હોદ્દેદારો આવેદન પત્ર લેવા નહી આવતા આક્રમક બનેલા કોંગી આગેવાનોએ મહાનગર પાલિકાને તાળાબંધી કરી આક્રોશ ઠાલવ્યો હતો, કોંગ્રેસે અગાઉથી કાર્યક્રમની જાહેરાત કરી હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ શહેરીજનોને પાણી નહી મળતાં લોકો અને કોંગી કાર્યકરો ઉશ્કેરાયા હતા અને સુત્રોચ્ચારથી મનપા કમ્પાઉન્ડ ગજાવી દીધું હતું.

જ્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલાસિંહ રાજપૂત આવેદનપત્ર સ્વિકારવા રૂબરૂ નહી આવે ત્યાં સુધી નહી હટવાની કોંગી આગેવાનોએ જીદ કરતા અંતે પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર થયા હતા.

મહિલા કોંગ્રેસના આગેવાનોએ સ્ટેનિડિંગ કમિટીના ચેરમેનને બંગડીઓ પહેરાવવાનો પ્લાન કર્યો હતો, પરંતુ પોલીસ જાપ્તા વચ્ચે રહેલા કમલાસિંહ રાજપૂતની નજીક નહી પહોંચી શકાતા મહિલા આગેવાનોએ ચેરમેન રાજપૂત તરફ બંગડીઓના ઘા થોડીવાર માટે તો મહનગર પાઇલિકામાં કરતા માહોલ તંગ બની ગયો હતો.

મનપાના વિપક્શી નેતા અસલમ ખીલજી સહિતના આગેવાનો ગુરુવારે પાણી પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરવા ધસી ગયા હતા અને એક તબક્કે વાતાવરણ જબરું ગરમાયું હતું. પોલીસનો કડક જાપ્તો હોવાને લીધે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો હતો. તસવીર-હિરેનહિરપરા

કોંગ્રેસના કોર્પોર્ટર આનંદભાઇ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે, વોટર વર્કસ શાખા અને એસ્ટેટ શાખામાં કૌભાંડ થયાનું સ્પષ્ટ થયુ છે તેમ છતાં શાસકો દ્વારા જે તે વિભાગના અધિકારીઓ સામે પગલા નહી લઇને તેને છાવરવામાં આવી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે પણ કૌાંડના આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા. શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબા સોઢાએ સ્ટેન્ડિંગ કમિટીના હોલના બોર્ડ પર સેટીંગ કમિટિના સ્ટિકર લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

સ્ટેન્ડિંગ નહીં, સેટિંગ કમિટીના સ્ટિકર લગાવ્યા

અન્ય સમાચારો પણ છે...