કડવા પટેલ સમાજ દ્વારા શૈક્ષણિક પુરસ્કાર સમારોહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : સીદસર ઉમિયા કડવા પટેલ સમાજમાં સદ્ભાવ ગ્રુપ ઓફ ફ્રેન્ડસ દ્વારા તાજેતરમાં શૈક્ષણિક પુરસ્કાર 2017-18 સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સીદસરમાં વસવાટ કરતા ધો. 1 થી 12માં પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમાંક મેળવનાર તમામ જ્ઞાતિના 40 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને પુરસ્કાર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટેનો આર્થિક સહયોગ સદ્ભાવ ગ્રુપ ઓફ ફ્રેન્ડસના સભ્ય રમણીકભાઇ કાછડીયા, અશોકભાઇ માણાવદરીયા, મનસુખ માકડીયા, ચીમનભાઇ માકડીયા, રમેશભાઇ માકડીયા તરફથી પ્રાપ્ત થયો હતો. સમગ્ર સંચાલન મનસુખભાઇ માકડીયા, અરવિંદભાઇ પોરેચા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...