તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સુરેન્દ્રનગરથી આવી માળીયા થઇ કચ્છ અને જામનગરને પાણી પૂરું

સુરેન્દ્રનગરથી આવી માળીયા થઇ કચ્છ અને જામનગરને પાણી પૂરું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરથી આવી માળીયા થઇ કચ્છ અને જામનગરને પાણી પૂરું પાડતી નર્મદા યોજનાની મુખ્યલાઈનમાં માળિયાના માણાબા ગામ નજીક કેટલાંક અસામાજિક તત્વોએ વાલ્વ ચેમ્બર તોડી ભંગાણ કરવામાં આવતા અંદાજે 4થી 5 કયૂશેક 48 લાખ લીટર જળ જથ્થો વેડફાયો હતો. ઘટનાની જાણ થતા જીડબલ્યુઆઇએલનાં ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતાં.લાઇન રીપેરીંગ કામગિરી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી માળિયા થઇ જામનગર અને કચ્છને પાણી પૂરું પાડવા માટે બિછાવેલી નર્મદા યોજનાની મુખ્યલાઈનમાં માણાબા ગામ નજીક કેટલાંક અસામાજિક તત્વો દ્વારા ભંગાણ કરી મુખ્ય વાલ્વ તોડી નાંખતા અહીંની નદીમાં પાણીનો વિપુલ જથ્થો જમા થઈ ગયો છે. એક અંદાજ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં 4થી 5 કયૂશેક એટલે કે અંદાજીત 48 લાખ લીટર જેટલું પાણી વેડફાયું હતુ.

પાઇપ લાઈનમાં ભંગાણ થયું હોવાની જાણકારી મળતાં ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પ્રોજેકટ મેનેજર એસ.કે.અગ્રવાલ અને ચીફ એન્જીનીયર રવિ સોલંકી અને તેમની ટીમ સાથે દોડી ગયા હતા અને તાત્કાલિક ટીમોને કામે લગાડી તોડી નાખવામાં આવેલ વાલ્વ ચેમ્બરનું સમારકામ હાથ ધર્યું છે. આ મામલે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...