• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર જિલ્લા સહિત આજે હોમગાર્ડઝ ડેની ઉજવણી કરાશે

જામનગર જિલ્લા સહિત આજે હોમગાર્ડઝ ડેની ઉજવણી કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનારક્ષણ માટે જેમ લશ્કરી જવાનો હોય છે તેમ આપણા હોમગાર્ડઝનું પણ એટલું મહત્વ છે. ડો. ઝાકીરહુશેને હોમગાર્ડઝ દળની સ્થાપના કરી પૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઇ દેસાઇએ દળમાં પ્રાણ પૂર્યા હતાં. તા. 6 ડિસે. હોમગાર્ડઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રની રચના વખતે આઝાદ હિન્દ ફાજના કર્નલ બીસનસિંહજીએ હોમગાર્ડઝનું સુકાન સંભાળ્યું હતું. જામનગર શહેરમાં ઓફિસર કમાન્ડીંગ તરીકે 1957માં યુવાનવયે આર.એસ. ભટ્ટની નિમણુંક કરાઇ હતી. ગુજરાતમાં લેડિઝ હોમગાર્ડઝના યુનિટો નહીવત હતાં ત્યારે લેડીઝ હોમગાર્ડઝની સ્થાપના કરી હતી.હોમગાર્ડઝની ટ્રેનીંગમાં રાયફલ શુટીંગ, લાઠીદાવ, જુડો કરાટે તેમજ જામનગર સિવિલ ડિફેન્સની દ્રષ્ટિએ કેટેગરીનું શહેર હોય તેની તાલીમ આપવામાં આવે છે.

જામનગર હોમગાર્ડઝના કમાન્ડો જેવી અધિકારી તથા જવાનો જે દિવસે મચ્છુ ડેમ તુટવાની ગોઝારી ઘટના બની તેજ દિવસે જામનગરની ટીમ મોરબી પહોચી, રાત-દિવસ જોયા વગર હોમગાર્ડઝ ટીમે મૃત પામેલા લોકોની ડેડ બોડી એકઠી કરી દરરોજ 250 થી 300 ડેડ બોડીને તાત્કાલિક બનાવેલા સ્મશાનગૃહમાં અગ્નિદાહ દેવાની કામગીરી કરવામાં આવી હતી. અગાઉ વાડીનાર, દ્વારકા, સિકકા, ધ્રાફા, ઓખા વિગેરે તાલુકા યુનિટોમાં તે વખતના હોમગાર્ડઝ કમાન્ડન્ટ આર.એસ. ભટ્ટ દ્વારા તાલીમ અપાઇ હતી. જામનગરમાં વાવાઝોડા સમયે 250 જેટલા હોમગાર્ડઝ જવાનોએ પ્રશંસનીય કામગીરી કરી હતી. હાલના સમયમાં હોમગાર્ડઝ જવાનોને રૂ. 200 ડયુટી એલાઉન્સ આપવામાં આવી રહયું છે. કારમી મોંઘવારીમાં જો તે રૂ. 350 જેટલો વધારો કરાય તો જવાનોમાં ખૂબ ઉત્સાહ રહે. હોમગાર્ડઝ સંસ્થાને ઘણા અધિકારીએ કેમ્પમાં તથા સીવીલ ડિફેન્સ એકસાઇઝમાં હાજર રહી પ્રોત્સાહન આપ્યું હતું.

કર્નલ બીસનસિંહજીએ સમગ્ર સુકાન સંભાળ્યું હતું

હાલ હોમગાર્ડઝ જવાનોને રૂ. 200 ભથ્થંુ અપાય છે

અન્ય સમાચારો પણ છે...