• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દેવભૂમિ દ્વારકામાં દેવુભગત અતિથિ ભુવનનું લોકાર્પણ

દેવભૂમિ દ્વારકામાં દેવુભગત અતિથિ ભુવનનું લોકાર્પણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાંઅખિલ ગુજરાત સોરઠિયા રજપૂત સમાજ, રાજકોટ દ્વારા નિઃશુલ્ક સમૂહલગ્નોત્સવ સાથે દેવભગત અતિથિ ભુવનના લોકાર્પણ વિધિ તા. 29 જાન્યુ.ને રવિવારના યોજાશે. સાથોસાથ સમાજની 21 દીકરીઓના સમૂહલગ્નોત્સવનું પણ આયોજન તે દિવસે કરવામાં આવ્યું છે. વિના મૂલ્યે સમૂહલગ્નોત્સવં સમિતિના સંયોજક રમેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાશે. સમૂહલગ્નોત્સવમાં ભાગ લેવા માટે દીકરા-દીકરીના વાલીઓએ નિયત ફોર્મ માટે કિશોરભાઈ રાઠોડ, રમેશભાઈ ચૌહાણ, કિશોર ટ્રેડર્સ, લીમડા લાઈન, લીંબડિયા હનુમાન સામે, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. જરૂરી ફોર્મ દસ્તાવેજો સાથે તા. 25 સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સંપૂર્ણાનંદજી બાપુની આજ્ઞાનુસાર નિઃશુલ્ક સમૂહલગ્નોત્સવ હોય, દીકરા-દીકરીના વાલીઓએ કોઈ રકમ ભરવાની રહેતી નથી. વહેલા તે પહેલાના ધોરણે કુલ 21 દીકરીઓના સમૂહલગ્નોત્સવનું આયોજન છે. જેની વાલીઓએ નોંધ લઈ સહકાર આપવા લગ્નોત્સવની સમિતિની યાદીમાં જણાવાયું છે.

સમૂહ લગ્નોત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...