• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar પૂર્વ સાંસદના પુત્રવધૂ પૌત્રને અકસ્માત બનાવમાં બાઇકચાલક સામે ફરિયાદ

પૂર્વ સાંસદના પુત્રવધૂ-પૌત્રને અકસ્માત બનાવમાં બાઇકચાલક સામે ફરિયાદ

Jamnagar - પૂર્વ સાંસદના પુત્રવધૂ-પૌત્રને અકસ્માત બનાવમાં બાઇકચાલક સામે ફરિયાદ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:40 AM IST
જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં પટેલ સમાજ પાસેથી પસાર થતા પુર્વ સાંસદના પુત્રવધુ અને પૌત્રને મોપેડ ચાલકે હડફેટે લઇ બંનેને ઇજા પહોચાડયાના ચકચારી પ્રકરણમાં પોલીસે અજાણ્યા મોપેડ ચાલક સામે અકસ્માત સબબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં હાથી કોલોની શેરી નં.1 ખાતે ઓમકાર એપાર્ટમેન્ટમાં રહેતી દિવયાબેન હિતેશભાઇ કોરડીયા નામની મહીલાએ ગત શનિવારે રાત્રે પોતે પુત્ર હિત(ઉ.વ.11) સાથે રણજીતનગર વિસ્તારમાં પટેલ સમાજ પાસે રોડ ક્રોસ કરી રહી હતી જે દરમ્યાન પુરઝડપે ધસી આવેલા અજાણ્યા સ્કુટી પેપ મોપેડના ચાલકે બંનેને ટકકર મારી પછાડી દઇ પોતાને મુંઢ ઇજા તેમજ પુત્રને ઘુંટણના ભાગે છોલછાલની ઇજા કરી નાશી છુટયાની ફરીયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવી છે.

આ બનાવની ઇજાગ્રસ્ત મહીલાની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા મોપેડચાલક સામે ગુન્હો નોંધી અકસ્માત સ્થળ આજુબાજુના સ્થળોના સીસીટીવી ફુટેજ મેળવવાની કવાયત સાથે વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે, આ અકસ્માતના પગલે જી.જી. હોસ્પીટલ ખાતે સારવાર અર્થે આવેલા ઇજાગ્રસ્ત દિવ્યાબેનએ પુન: સસરા ચંદ્રેશભાઇ અને પતિ હિતેશભાઇ સામે મારી નાખવાના ઇરાદે અકસ્માત કરાવ્યાનો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો.

X
Jamnagar - પૂર્વ સાંસદના પુત્રવધૂ-પૌત્રને અકસ્માત બનાવમાં બાઇકચાલક સામે ફરિયાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી