Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - દોઢિયા પાસે બળદગાડાને ટ્રકે ઠોકર મારતાં 4 ખેતમજૂરને ઇજા

દોઢિયા પાસે બળદગાડાને ટ્રકે ઠોકર મારતાં 4 ખેતમજૂરને ઇજા

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:40 AM

વાડીએ જતા દોઢિયા-બેરાજા માર્ગ પર નડ્યો અકસ્માત

  • Jamnagar - દોઢિયા પાસે બળદગાડાને ટ્રકે ઠોકર મારતાં 4 ખેતમજૂરને ઇજા
    જામનગર નજીક દોઢીયા ગામે વાડી વિસ્તારમાં રહેતો અને ખેતમજુરી કામ કરતો કમલેશ કાનીયાભાઇ ભુરીયા નામનો શ્રમીક યુવાન અન્ય ખેતમજુરો સર્મેશભાઇ સરતભાઇ ભુરી,મેરશન નિનામા અને શૈલેષ ગણાવા સાથે બળદ ગાડુ લઇને દોઢીયા ગામેથી વાડીએ જવા માટે ખોજા બેરાજા ગામના રસ્તે નિકળ્યા હતા. ત્યારે દોઢીયા નજીક ટ્રક ચાલકે ગાડાને પાછળથી ઠોકર મારતા ગાડુ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

    જે અકસ્માતમાં ગાડાચાલક કમલેશ ઉપરાંત મેરશન અને શૈલેષને સામાન્ય ઇજા પહોચી હતી જયારે સર્વેશ ભુરી (ઉ.વ.28)ને કાન,આંખ અને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચતા તાકીદે સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો હતો.જયારે અકસ્માત સર્જીને ચાલક ટ્રક મુકીને નાશી છુટયાનું બહાર આવ્યુ છે.આ બનાવની કમલેશભાઇની ફરીયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી નંબરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.ઇજાગ્રસ્ત ખેતમજુરો ગામમાં હટાણુ કર્યા બાદ વાડીમાલિકના ઘરેથી ઘઉ ભરીને પરત વાડીએ જઇ રહયા હતા ત્યારે માર્ગમાં અકસ્માત નડયાનુ સુત્રોએ જણાવ્યુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending