• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - સોશિયલ મીડિયામાં અપશબ્દો ઉચ્ચારવા મુદ્દે ત્રણ પર હુમલો

સોશિયલ મીડિયામાં અપશબ્દો ઉચ્ચારવા મુદ્દે ત્રણ પર હુમલો

અપશબ્દો ઉચ્ચારવા મામલે ઝઘડાનો ખાર રાખી માર માર્યો

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:40 AM
Jamnagar - સોશિયલ મીડિયામાં અપશબ્દો ઉચ્ચારવા મુદ્દે ત્રણ પર હુમલો
જામનગરમાં રહેતા યુવાન સહિત ત્રણ વ્યકિત પર અગાઉ મોબાઇલ ઇસ્ટાગ્રામમાં ચેટીંગ દરમિયાન અપશબ્દો ઉચ્ચારવાની બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખીને ચાર શખ્સે ઉશ્કેરાઇ પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોચાડયાની ફરીયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આરબ જમાતખાના પાસે રહેતા ઝેદભાઇ અસરફભાઇ સમા નામના યુવાને પોતાના પર તેમજ અસલમભાઇ અને ઇરફાનભાઇ પર પાઇપ અને ઘોકા વડે હુમલો કરી ઇજા પહોચાડયાની ફરીયાદ ફેજલ લીયાકતભાઇ અંસારી, ઇમ્તીયાઝ અંસારી, ઇર્ષાદ અંસારી અને ફૈઝલના પિતા લીયાકતભાઇ અંસારી સામે નોંધાવી છે.

ઇજાગ્રસ્ત ઝેદભાઇ સમાને અગાઉ ફૈઝલ અંસારીએ મોબાઇલ પર ઇસ્ટાગ્રામમાં ચેટીંગ દરમ્યાન અપશબ્દો ઉચ્ચાર્યા હતા જે બાબતે બંને વચ્ચે જે તે સમયે ઝઘડો પણ થયો હતો જેનો ખાર રાખીને આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ બનાવની ફરીયાદના આધારે પોલીસે ચારેય સામે ગુન્હો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરવામાં આવી છે.

X
Jamnagar - સોશિયલ મીડિયામાં અપશબ્દો ઉચ્ચારવા મુદ્દે ત્રણ પર હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App