Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - દ્વારકા પંથકમાં જુગાર રમતા 28 પત્તાંપ્રેમી ઝડપાયા, 6 ફરાર

દ્વારકા પંથકમાં જુગાર રમતા 28 પત્તાંપ્રેમી ઝડપાયા, 6 ફરાર

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:40 AM

રોકડ અને મોબાઇલ સહિત રૂ.1.08 લાખની મતા કબજે

  • Jamnagar - દ્વારકા પંથકમાં જુગાર રમતા 28 પત્તાંપ્રેમી ઝડપાયા, 6 ફરાર
    દ્વારકા પંથકમાં જુદા જુદા છ સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 28 શખ્સને ઝડપી રોકડ ઉપરાંત્ મોબાઇલ સહિત રૂ.1.08 લાખની માલમતા કબજે કરી હતી.જયારે છ શખ્સ નાશી છુટયા હતા.

    દ્વારકામાં પોલીસે જાહેરમાં જુગાર રમતા રાજુ રામભાઇ રોશીયા, જયેશ માંગલીયા અને દિનેશ સુરેશભાઇ ચાનપાને ઝડપી રૂ.33,700ની રોકડ કબજે કરી હતી. જયારે સુરજકરાડીમાં રામાપીરના મંદિર પાસેથી પોલીસે જુગાર રમતા સુરેશ વિશાભાઇ રોશીયા, હાદિર્ક ચંદુભાઇ પરમાણી સહિત આઠને ઝડપી રૂ.13,510ની રોકડ કબજે લીધી હતી.

    ખંભાળીયાના શકિતનગરમાંથી પોલીસે જુગાર રમતા ભરત રણમલભાઇ પારીયા સહિત ત્રણને ઝડપી રૂ.10,200ની મતા કબજે લીધી હતી. કલ્યાણપુરના રાણ ગામની સીમમાંથી જુગાર રમતા વિરજી જુઠાભાઇ જાદવ સહિત છ શખ્સને ઝડપી રૂ.10,290ની રોકડ કબજે કરી હતી.જયારે કાન્તી નકુમ અને નિલેશ દેવશીભાઇ નાશી છુટયા હતા.

    ભાણવડના સાજડીયારી ગામેથી પોલીસે જુગટુ રમતા હરભમભાઇ અરજણભાઇ કારાવદરા અને ભરતગીરી ગોપાલગીરી સહીત ચારને પકડી પાડી રૂ.20320ની માલમતા કબજે લીધી હતી. જયારે શેઢાખાઇ ગામેથી પોલીસે જુગાર રમતા સવદાસ દેવાણંદભાઇ સુવા સહીત ચારને દબોચી લઇ રોકડ સહીત રૂ.9660ની મતા કબજે લીધી હતી જયાર ખીમા માંડાભાઇ સહિત ચાર શખ્સો નાશી છુટયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ