તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મોટી ખાવડીમાં પરિણીતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ

મોટી ખાવડીમાં પરિણીતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરતાલુકાના મોટી ખાવડીમાં એક પરિવારની પરિણીતાને પાંચ સાસરિયાઓ દ્વારા માવતરે મોકલી દુખત્રાસ આપી મરી જવા માટે મજબૂર કરવામાં આવી હતી. આથી પરિણીતાએ મંગળવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ તેના પિતાને થતાં તેમના દ્વારા તેમની પુત્રીને મરવા મજબૂર કર્યાની પાચ સાસરિયાંઑ સામે ફરિયાદ નોધાવી હતી.

એમપીના જીરાવદીયા ગામના મુનસીંગ તિરૂ વાખલા (ઉ.વ.45)ની પુત્રી કમલાબેન(ઉ.વ.23)ના લગ્ન મુળ જાબુઆ જિલ્લાના આંબા ગામના સાલરપાડા ફળિયુંના નવલસિંહ જીવુભાના મકાનમાં રહેતા સુનિલભાઈ ડિંડોર સાથે કરવ્યા હતા. દરમિયાનમાં પરિણીતાને પતિ સુનિલભાઈ, સસરા રમેશભાઈ, સાસુ મડી ઉર્ફે રમીલાબેન, જેઠ દિલિપભાઈ, જેઠાણી આશમાબેન દ્વારા પરિણીતાને માવતરે જવા દઈ દુખ ત્રાસ આપવામાં આવ્યા હતા. દુખત્રાસથી કંટાળી પરિણીતાએ મંગળવારે બપોરે તેના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ પરિણીતાના પિતા મુનસિંગને થતાં તેમના દ્વારા સાસરિયાં સામે તેની પુત્રીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોધાવી હતી. પોલીસે તમામ સામે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...