તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાંથી વિદેશી દારૂની 19 બોટલ સાથે 3 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનારણજીતસાગર રોડ પર આવેલા મારવાડીવાસ પાસે બુધવારે સિટી-એ ડિવિઝનના પોલીસ કાફલા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના રવિભાઈ એમ. બુજડ તથા ધર્મેન્દ્રસિંહ એમ. કંચવાને બાતમી મળી હતી કે, ત્યાંથી પસાર થતા એક સ્કૂટરમાં અંગ્રેજી શરાબનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે જડેશ્વર પાર્ક નજીકથી રાત્રે દોઢ વાગ્યે પસાર થયેલા જીજે-૧૦-બીએફ ૩૩૯૭ નંબરના પ્લેઝર સ્કૂટરને રોકાવી તેની તલાશી લેતા સ્કૂટરમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની ઓગણીસ બોટલ તથા બીયરના નવ ટીન મળી આવ્યા હતા. સ્કૂટરમાં જઈ રહેલા કિશોર લીલારામ ઉર્ફે અપી સિંધી તથા ન્યાલચંદ ઠાકરદાસ ધાનિયા ઉર્ફે ભેભો સિંધી નામના બે શખ્સોની પોલીસે રૂ.૧૦૪૦૦ના શરાબના જથ્થા અને રૂ.રપ હજારના સ્કૂટર સાથે ધરપકડ કરી હતી. શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ ત્રીજા સાગરિત કેશવાલાલ મેઘજીભાઈ કારિયા નામના સિંધી લોહાણા શખ્સનું નામ આપતા પોલીસે આરોપીની પણ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...