તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • રાજ્યકક્ષાની સ્કવોડ દ્વારા બિયારણનો 44.81 લાખનો જથ્થો જપ્ત કરાયો

રાજ્યકક્ષાની સ્કવોડ દ્વારા બિયારણનો 44.81 લાખનો જથ્થો જપ્ત કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરજિલ્લામાં પુરતા પ્રમાણમાં અને ઉત્તમ ગુણવતાવાળા બિયારણો, રાસાયણીક ખાતરો, જંતુનાશક દવાઓ ખેડુતોને મળીરહે નકલી અથવા બિયારણોમા મિલાવટ કરનાર સામે રાજ્ય કક્ષાની સ્કોડ દ્વારા તપાસ હાથ ધરીને રાસાયણીક ખાતર , જંતુનાશક દવા , બિયારણનો 44.81 લાખનો જથ્થો પકડવામા આવ્યો છે. 58 દુકાનધારકોને ચેકીંગ કરવામા આવ્યા હતા.

તાજેતરમાં રાજ્યના કૃષિ , સહકાર વિભાગ, ખેતી નિયામકના માર્ગદર્શન નીચે સ્કવોડની રચના કરવામાં આવી છે. તે અન્વયે નાયબ ખેતી નિયામક વિસ્તરણ ભાવનગર, મદદનિશ ખેતી નિયામક(ગુ.ની)જામનગર અને જામનગર જિલ્લાના એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરઓની સંયુક્ત ટીમ દ્વારા જામનગર જિલ્લાના તમામ તાલુકામાં રાસાયણીક ખાતર, જંતુનાશક દવા અને બિયારણના હોલસેલર અને રીટેઇલર વિક્રેતાઓને ત્યાં ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન વિક્રેતાઓને કાયદાને ધ્યાને લઇ જુદી જુદી બાબતો અંગે નોટીસ આપવામાં આવી છે.

તેમજ સ્કવોડ દ્વારા જુદા જુદા વિક્રેતાઓને ત્યાંથી રાસાયણીક ખાતર, જંતુનાશક દવા અને બિયારણના નમુના તપાસ અર્થે લેવામાં આવ્યા છે.,, જેને જે તે પ્રયોગશાળામાં મોકલી દેવામા આવ્યા છે. નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રેડ પાડી માલની અટકાયત

૫૮રાસાયણીક ખાતર, જંતુનાશક દવા અને બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલ, તે દરમ્યાન કુલ નમુના લેવામાં આવેલ અને ૩૨ વિક્રેતાઓને નોટીસ આપવામાં આવેલ. સ્કવોડ ટીમ દ્વારા રાસાયણીક ખાતર, જંતુનાશક દવા અને બિયારણનો કુલ ૪૪.૮૧ લાખનો જથ્થો નિયમ અનુસાર અટકાયત કરવામાં આવેલ છે તેમ હરેશ જાદવ નાયબ ખેતી નિયામક વિસ્તણ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...