તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • વિકાસ મૃત્યુ પામ્યો છે, કોંગ્રેસે ટ્રાફિક સિગ્નલનું ઉઠમણું કર્યું

વિકાસ મૃત્યુ પામ્યો છે, કોંગ્રેસે ટ્રાફિક સિગ્નલનું ઉઠમણું કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરયુવક કોગ્રેંસે વિકાસ મૃત્યુ પામ્યો છે નો નવતર કાર્યક્રમ યોજી ટ્રાફીક સિગ્નલનું ઉઠમણું કર્યું હતું. બંધ સિગ્નલને સુખડનો હાર પહેરાવી મેયરને ફુલ અર્પણ કરી ગાંધીગીરી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું

જામનગર યુવક કોગ્રેંસ દ્વારા બુધવારે શહેરમાં વિકાસ મૃત્યુ પામ્યો છે નો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત યુવક કોંગીના હોદેદારો અને કાર્યકરો બેડીગેઇટ ખાતે એકઠા થયા હતાં અને મૃત અવસ્થામાં પડેલા ટ્રાફીક સિગ્નલોનું ઉઠમણું કર્યું હતું.આટલું નહીં બંધ પડેલા ટ્રાફીક સિગ્નલને સુખડનો હાર પહેરાવ્યો હતો.આ બાદ મનપાના મેયર પ્રતિભાબેન કનખરાને ગુલાબના ફુલ અર્પણ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યાનુસાર જામ્યુકો મોટાભાગના ટ્રાફીક સિગ્નલો લાંબા સમયથી બંધ છે. જામનગરમાં ટ્રાફિક સમસ્યાએ એક સળગતો પ્રશ્ન છે.ટ્રાફીકને કેમ કાબૂમાં લેવો તે તંત્ર માટે એક પડકાર બન્યો છે.આ સ્થિતિમાં ટ્રાફીક સિગ્નલો બંધ હોય શહેરીજનોની મુશ્કેલી બેવડાઇ છે.માટે બંધ ટ્રાફિક સિગ્નલો તાકીદે શરૂ કરી રીપેરીંગ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...