તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં સ્વાઇન ફ્લૂનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો

જામનગરમાં સ્વાઇન ફ્લૂનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં સ્વાઇન ફલુનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે.જી.જી.હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સ્વાઇન ફલુના કુલ 6 દર્દી સારવાર લઇ રહ્યા છે.

શહેરમાં સામાન્ય તાવ, શરદી, ઉધરસના કેસ ઘેેર ઘેર જોવા મળી રહ્યા છે.આ સ્થિતિમાં ડેન્ગ્યુ,ચીકનગુનિયાના કેસ પણ વધ્યા છે. જથી ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.શહેરમાં સ્વાઇન ફલુનો રોગચાળો પણ ધીમે ધીમે વધી રહ્યો છે.જી.જી.હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા રણજીતનગરમાં રહેતા 60 વર્ષના મહીલાનો સ્વાઇન ફલુ રીપોર્ટ પોઝીટીવ આવતા એચવનએનવન નો વધુ એક કેસ નોંધાયો છે.હાલ જી.જી.હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ સ્વાઇન ફલુની સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...