તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar પેટ્રોલ ડીઝલના ડબલા, ખાતર, સિલિન્ડરને હાર પહેરાવી દેખાવ

પેટ્રોલ-ડીઝલના ડબલા, ખાતર, સિલિન્ડરને હાર પહેરાવી દેખાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોંધવારી, ખેડૂતો પર અત્યાચાર, ભાજપની તાનાશાહીના વિરોધમાં જામનગરમાં કોંગ્રેસ લાલબંગલા સર્કલમાં ધરણાં કર્યા હતાં. ઇંધણના ભાવમાં રૂ.5નો ઘટાડો કરી પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કરી કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ડબલા,ખાતર,ગેસ સિલીન્ડરને હાર પહેરાવી દેખાવ કર્યા હતાં.

કોંગ્રેસે આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં પ્રજાજનો મોંઘવારીના મારથી પીસાઇ રહ્યા છે. રૂ.450 મળતું ગેસ સીલીન્ડર આજે રૂ.900 થી વધુ કિંમતમાં વેંચાય છે. કોંગ્રેસ સરકારમાં રૂ.68નું લીટર પેટ્રોલ મળતું હતું ત્યારે ભાજપના નેતાઓ વિરોધ કરતા હતાં. જયારે આજે રૂ.80 થી 90 નું લીટર પેટ્રોલ વેંચાય છે છતાં ભાજપના નેતાઓનું પેટનું પાણી હલતું નથી. આ સ્થિતિમાં રૂ.5નો ઘટાડો કરી પ્રજાને ગુમરાહ કરી રહી છે. આ મુદે કોંગ્રેસે વિરોધ વ્યકત કરી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...