જામનગરમાં પાટીદાર સમાજ વિરુધ્ધ અભદ્ર વાણીવિલાસ

ફેસબુક પર વીિડયો કોલિંગ કરી અપશબ્દો ઉચ્ચારનારા બે શખ્સ સામે ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:36 AM
Jamnagar - જામનગરમાં પાટીદાર સમાજ વિરુધ્ધ અભદ્ર વાણીવિલાસ
જામનગર અને ધ્રોલના બે શખ્સો સામે સોશ્યલ મીડીયામાં ઓનલાઇન કોલીંગ કરી પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ અને તેના સમર્થકો ઉપરાંત પાસના કન્વીનર તેમજ પાસ ટીમને અપશબ્દો ઉચ્ચારી પાટીદાર સમાજ વચ્ચે મતભેદ ઉભા થાય તેવી ટીપ્પણીઓ કરી લાગણી દુભાય તેવુ કૃત્ય કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવાતા ચકચાર જાગી છે. બંને શખ્સોએ ફેસબુક પર લગભગ બે કલાક સુધી ઓનલાઇન વિડીયો કોલીંગ દરમ્યાન પાટીદાર સમાજ વિશે અભદ્ર ભાષામાં વાણી વિલાસ કર્યો હોવાનુ જાહેર થયુ છે. પોલીસે આઇટી એકટ હેઠળ ગુન્હો નોંધી વિડીયો રેકોર્ડીગ કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી છે.

જામનગરમાં કૃષ્ણનગર શેરી નં.5 ખાતે ખાનગી સ્કુલ પાસે રહેતા નરભેરામ અમરશીભાઇ મોરડીયા નામના વેપારી પ્રૌઢે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જીતુ નિલેશભાઇ હરસોડા (રે. આસોપાલવ સોસાયટી, લાલપુર બાયપાસ રોડ, જામનગર) અને રેનીશ પટેલ (રે. ત્રિકોણ બાગ, ધ્રોલ) સામે ફેસબુક પર ઓનલાઇન વિડીયો કોલીંગ કરી પાસના મુખ્ય કન્વીનર ઉપરાંત પાટીદાર સમાજના ધાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓને અપશબ્દો ઉચ્ચારી પાટીદાર સમાજ વચ્ચે મતભેદ ઉભા થાય અને ધિક્કારની લાગણી ઉદભવે તેવા ઇરાદાથી અભદ્ર વાણી વિલાસ કરી સમાજની લાગણી દુભાય તેવુ કૃત્ય કર્યાની ફરીયાદ નોંધાવી છે.

આ ફરીયાદમાં જામનગરમાં રહેતા જીતુ હરસોડાએ ગત તા.9ના રોજ મધરાતે અન્ય રેનીશ પટેલને ફેસબુક એકાઉન્ટમાંથી ઓનલાઇન વિડીયો કોલ કરીને પાસના કન્વીનર હાર્દિક પટેલ તેમજ પાટીદાર સમાજના ઘાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓને અપશબ્દો ઉચ્ચારી જામનગર પાસ કન્વીનગર વસંતભાઇ કાનાણી તેમજ ગાળો ભાંડીને બે કલાક સુધી અવાર નવાર ઓનલાઇન વિડીયો કોલીંગ કરી પાટીદાર સમાજ વચ્ચે મતભેદ ઉભા થાય, ધિકકાર ઉદભવે તેવા ઇરાદાથી અભદ્ર વાણી વિલાસ કરી સમાજની લાગણી દુભાઇ તેવુ કૃત્ય કર્યાનુ જાહેર થયુ છે.પોલીસે બંને સામે આઇપીસી તેમજ આઇટી એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ પીઆઇ કે.કે.બુવળએ હાથ ધરીને બંને આરોપીઓ જીતુ હરસોડા અને રેનીશ પટેલની અટકાયત કરી એક દિવસના રીમાન્ડ મેળવીને સધન પુછપરછ હાથ ધરી છે.

X
Jamnagar - જામનગરમાં પાટીદાર સમાજ વિરુધ્ધ અભદ્ર વાણીવિલાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App