તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar વકીલના હત્યા પ્રકરણમાં ચાર આરોપીની જામીન અરજી રદ

વકીલના હત્યા પ્રકરણમાં ચાર આરોપીની જામીન અરજી રદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વકિલ કિરીટ જોશીના હત્યામાં સંડોવાયેલા રવિ રાજેશ ગંગવાણી, અજયપાલસિંહ ઉર્ફે બોબી, મનિષ અમૃતલાલ અને નૈમિષ ઉર્ફે ભુરો બીપીનભાઇ ગણાત્રાની પોલીસે ધરપકડ કર્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.આથી ચારેય આરોપીએ જામનગરની અદાલતમાં જામીન અરજી કરી હતી.જેમાં સ્પેયલ પીપી અનિલભાઇ દેસાઇએ અદાલતમાં આરોપીઓને જામીન મુકત થશેે તો કેસનુ નુકશાન થાય તેમ છે. એ અંગે આધાર પુરાવા રજુ કર્યા હતા. સાક્ષી રહેલા બે ભાઇને મુખ્ય સુત્રધાર મનાતા જયેશ દ્વારા ફોન પર ધમકી સંબંધિત રેકોર્ડીગ પણ રજુ કરી જામીન અરજીનો વિરોધ કર્યો હતો.જયારે પોલીસ અધિક્ષકે 18 પાનાનુ સોંગદનામ રજુ કર્યું હતુ.જે ધ્યાને લઇ વધુ સુનાવણી તા.4ના કરાઇ હતી. ચારેયની જામીન અરજીની સુનાવણીમાં મજબૂત વાંધા અને પુરાવા રજૂ કરતા અદાલતે ચારેય આરોપીની જામીન અરજી રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...