મોબાઇલની લૂંટ, ચોરીના બે ગુનામાં ત્રણ ઝડપાયા

જામનગર | જામનગરમાં સીટી એ પોલીસે મોબાઇલ ફોનની લુંટ પ્રકરણમાં બે શખ્સો અને અન્ય એક મોબાઇલ ચોરીના ગુનામાં એક શખ્સને...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:36 AM
Jamnagar - મોબાઇલની લૂંટ, ચોરીના બે ગુનામાં ત્રણ ઝડપાયા
જામનગર | જામનગરમાં સીટી એ પોલીસે મોબાઇલ ફોનની લુંટ પ્રકરણમાં બે શખ્સો અને અન્ય એક મોબાઇલ ચોરીના ગુનામાં એક શખ્સને પકડી પાડયો હતો.પી.આઇ. કે.કે.બુવળના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમ્યાન સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ જે.સી.ગોહીલ સહીતના સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવીને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં સ્કુટર પર પસાર થતા બે શખ્સોને આંતરીને તલાશી લેતા તેના કબજામાંથી લુંટમાં ગયેલો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.આથી પોલીસે સ્કુટરસવાર તાલબ રાણાભાઇ પટાણી અને ચેતન રમેશભાઇ કણજારીયાને પકડી પાડી મુદામાલ કબજે કર્યો હતો.જયારે પોલીસે એસ.ટી.ડેપોમાં થયેલી મોબાઇલ ફોનની ચોરીનો પણ ભેદ ઉકેલતા ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઇમરાનહનીફ જલાલમીંયા ઉર્ફે બાપુડીને પકડી પાડી તેના કબજામાંથી મોબાઇલ કબજે કર્યો હતો.

X
Jamnagar - મોબાઇલની લૂંટ, ચોરીના બે ગુનામાં ત્રણ ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App