કાલાવડના નવાગામ સહીત બે સ્થળે તસ્કર કેબલ વાયરની જયારે કાનાલુસ નજીક ખાનગી કંપનીના કોન્ટ્રાકટરે સાઇટ પર રખાયેલા પતરાની બોકસની કોઇ શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવાઇ છે.
કાલાવડ તાલુકાના કૈલાશનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી મોબાઇલ કંપનીમાં નોકરી કરતા ભગીરથસિંહ ચંદુભા જાડેજાએ ગ્રામ્ય પંથકમાં મોબાઇલ કંપનીના ઉભા કરાયેલા ટાવરમાંથી કોઇ શખ્સ દોઢસો ફુટ જેટલો કેબલ વાયર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.આ બનાવની ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે તસ્કરની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.જયારે કાલાવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા દિનેશભાઇ પ્રેમજીભાઇ સાવરીયા નામના ખેડુતે પોતાની વાડીના પડતર કુવામાં પાણી ભરવા માટે રાખેલી મોટરનો કેબલ વાયર કોઇ શખ્સ કાપીને ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે.
જયારે લાલપુર તાલુકાના કાનાલુસ પાસે ખાનગી કંપનીના ગેઇટ અંદર ખુલ્લા પાર્કીગમાં કોન્ટ્રાકટરે રાખેલુ પતરાનુ સેન્ટીંગ બોકસ થયાની ફરીયાદ કોન્ટ્રાકટ પેઢી સાથે સંકળાયેલા મેરામણભાઇ જશાભાઇ કરમટાએ નોંધાવી છે જેમાં ફરીયાદીએ સવિતાબેન સીદા સલાટ સામે શંકા કરતા મેઘપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.