તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar ઓખા નગરપાલિકા દ્વારા ઓખા, આરંભડા, મીઠાપુર, સૂરજકરાડી વિસ્તારોમાં યુડીપી 78

ઓખા નગરપાલિકા દ્વારા ઓખા, આરંભડા, મીઠાપુર, સૂરજકરાડી વિસ્તારોમાં યુડીપી-78

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓખા નગરપાલિકા દ્વારા ઓખા, આરંભડા, મીઠાપુર, સૂરજકરાડી વિસ્તારોમાં યુડીપી-78 યોજના અંતર્ગત રૂ.2 કરોડ 10 લાખના ખર્ચે નાંખવામાં આવેલી એલઇડી લાઇટમાં મસમોટું કૌંભાડ આચરવામાં આવ્યાનું હીસાબોના ઓડીટમાં ઘટસ્ફોટ થતાં ભારે ચકચાર જાગી છે.તપાસમાં બજેટમાં જોગવાઇ અને ઇ-ટેન્ડરીંગ કર્યા વગર તેમજ સરકાર માન્ય ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ કે જીઇઆરસી એજન્સીનું ટેસ્ટીંગ પ્રમાણપત્ર વગર 5720 એલઇડી લાઇટ ખરીદી કરી રૂ.2.10 કરોડનું ચૂકવણાં કર્યાનું ખૂલ્યુ છે.

ઓખા પાલિકા દ્રારા ઉપરોકત ગામો અને વિસ્તારોમાં એલઇડી લાઇટ નાખવા વર્ષ-2012 માં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પરંતુ આ અંગે બજેટમાં જોગવાઇ કરી ન હોવા છતાં 25 વોટ અને 45 વોટની લાઇટ માટે નિયમ મુજબ ઇ-ટેન્ડરીંગ કર્યા વગર અમદાવાદની અને મુંબઇની પાર્ટી પાસે ભાવ મંગવામાં આવ્યા હતાં.જેમાં સવારે અમદાવાદી પાર્ટીએ રજૂ કરેલા ભાવ મુંબઇની પાર્ટના ભાવ આવતા સાંજે વધારી દેવાયા હતા અને બંને પાર્ટી પાસેથી કુલ મળીને 5720 એલઇડી લાઇટ ખરીદી રૂ.2.10 કરોડનું ચૂકવણું કરી દીધું હતું.સૌથી નવાઇની વાત તો એ છે કે,પાલિકા દ્રારા કુલ 4085 એલઇડી લાઇટ ફીટ કરવામાં આવી હોવાનું કાગળ પર દર્શાવાયું છે પરંતુ તેટલાં વીજથાંભલા જ નથી.વળી બે મહીનાની અંદર એલઇડી લાઇટ ફીટ કરવા બંને કંપનીએ જણાવ્યું હતું પરંતુ કામ આઠ મહીને પૂર્ણ થયું હતું.

આમ છતાં કંપનીઓ પાસેથી કોઇ પેનલ્ટી વસૂલવામાં આવી નથી.આટલું ઓછું હોય તેમ લાઇટ ફીટીંગ બાદ કંપની દ્રારા મરામત કે રીપેરીંગ કરવાની કોઇ જોગવાઇ કરવામાં ન આવી હોવાનું પણ ઓડીટ રીપોર્ટમાં ખૂલ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...