• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં એસઓજી પોલીસે ગત સપ્તાહમાં ખીમલિયા ગામના સીમના એક

જામનગરમાં એસઓજી પોલીસે ગત સપ્તાહમાં ખીમલિયા ગામના સીમના એક

Jamnagar - જામનગરમાં એસઓજી પોલીસે ગત સપ્તાહમાં ખીમલિયા ગામના સીમના એક

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:36 AM IST

જામનગરમાં એસઓજી પોલીસે ગત સપ્તાહમાં ખીમલિયા ગામના સીમના એક ઝુંપડામાં દરોડો પાડીને કેફી પદાર્થ મીથામ ફેન્ટામાઇન પાઉડરના 74 ગ્રામ 440 મિલિગ્રામ જથ્થા સાથે એક શખ્સને દબોચી લઇ રૂ.1.86 લાખના કેફી પદાર્થ ઉપરાંત રોકડ, મોબાઇલ અને વજનકાંટા સહીત રૂ.2.73 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ માદક પદાર્થનો જથ્થો મુંબઇના શખ્સે સપ્લાય કર્યો હોવાનુ ખુલ્યુ હતુ.જે પ્રકરણની પંચ બી પોલીસે તપાસ હાથ ધરી સપ્લાયર મનાતા હાલ મુંબઇમાં રહેતા રાણાવાવના વતની એવા શખ્સને દબોચી લીધો છે.પોલીસે આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મેળવીને સધન પૂછપરછ હાથ ધરી છે.

જામનગરમાં એસઓજી પોલીસની ટીમે ખીમલિયા ગામના સીમ વિસ્તારમાં સરકારી ખરાબામાં આવેલા એક ઝુંપડામાં કેફી પદાર્થ એવા સફેદ પાઉડરનુ વેચાણ થતુ હોવાની બાતમીના આધારે દરોડો પાડીને સ્થળ પરથી સલીમ કાદરભાઇ લોબી (રે.હાપા રોડ, લાલવાડી આવાસ કોલોની)ને પકડી પાડી તલાશી દરમિયાન અંદરથી કેફી પદાર્થ મીથામ ફેન્ટામાઇન પાઉડરના 74 ગ્રામ અને 440 મિલિગ્રામ જથ્થો ઉપરાંત ડ્રગ્સ વેચાણના રૂ.79,400,મોબાઇલ ફોન,વજનકાંટો સહીત રૂ.2.73 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા શખ્સે આ જથ્થો જાકીર ઉર્ફે મુસ્તાક પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી.આથી પંચ બી પોલીસે તેની સધન પૂછપરછ માટે અદાલત સમક્ષ રજુ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવીને ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી.જે પૂછપરછના આધારે પોલીસે ડ્રગ્સ પ્રકરણમાં સંડોવણી ખુલતા વિજય બાબુભાઇ (રે.ઠેબા)ની પણ ઘરપકડ કરી હતી.જે દરમિયાન મુખ્ય સપ્લાયર મનાતા શખ્સને પકડી પાડવા પોલીસે તપાસ વેગવંતી બનાવી હાલ મુંબઇ રહેતા જાકીર ઉર્ફે મુસ્તાક રજાકભાઇ શેખને વતન રાણાવાવ ખાતેથી પકડી પાડયો હતો.પોલીસે તેની સધન પૂછપરછ માટે અદાલત સમક્ષ રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવીને ડ્રગ્સ પ્રકરણની તપાસ સાથે પૂછપરછ હાથ ધરી છે.

X
Jamnagar - જામનગરમાં એસઓજી પોલીસે ગત સપ્તાહમાં ખીમલિયા ગામના સીમના એક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી