તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar લાલપુર પાસે દૂધના 1200 લિટર શંકાસ્પદ જથ્થા સાથે શખ્સ ઝબ્બે

લાલપુર પાસે દૂધના 1200 લિટર શંકાસ્પદ જથ્થા સાથે શખ્સ ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લાના લાલપુરમાં રેલ્વે ફાટક નજીક શહીદ વન રોડ પર એસઓજી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ભેળસેળયુકત શંકાસ્પદ દુધના 1200 લીટર જથ્થા સાથે એક શખ્સને પકડી પાડીને ફુડ એન્ડ ડ્રગ વિભાગને વાકેફ કરી દુધના સેમપલ મોકલવા તજવિજ સાથે ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના ઇન્ચાર્જ પી.આઇ.એચ.બી.ગોહીલના માર્ગદર્શન હેઠળ લાલપુર પંથકમાં પેટ્રોલિંગ કરી રહયો હતો જે દરમ્યાન ગામના રેલ્વે ફાટક નજીક શહીદ વન રોડ પર ભેળસેળયુકત શંકાસ્પદ દુધના મોટા જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમી સ્ટાફના રવિભાઇ બુજડ, રમેશભાઇ ચાવડા અને દિનેશભાઇ સાગઠીયાની ટીમને મળતા પોલીસ કાફલાએ ઉપરોકત સ્થળે ધસી જઇ વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા દુધના એક ટેમ્પાને આંતરી પોલીસે તલાશી લેતા અંદરથી દુધના ભેળસેળયુકત શંકાસ્પદ મનાતો 1200 લીટરનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે ચાલક રાજશી મશરીભાઇ ગોજીયા (રે.દેવરીયા,તા.ખંભાળીયા)ને દુધના જથ્થા સાથે પકડી પાડીને લાલપુર પોલીસ મથકે જાણવા જોગ સાથે દાખલ કરાવીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસે ઉપરોકત મસમોટા દુધના જથ્થાના નિયત સેમ્પલ ફુડ એન્ડ ડ્રગ વિભાગને મોકલવા સાથે સમગ્ર પ્રકરણની વધુ તપાસ એસઓજીના હે.કો.સંદિપસિંહ ઝાલાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...