• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - જિલ્લાની સરકારી શાળાના સમયમાં વધારાની પુન:સમીક્ષા કરવા રજૂઆત

જિલ્લાની સરકારી શાળાના સમયમાં વધારાની પુન:સમીક્ષા કરવા રજૂઆત

શિક્ષણ સુધારણા માટેના કેળવણીની કડી પ્રોજેક્ટ અંતર્ગત માગ કરાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:36 AM
Jamnagar - જિલ્લાની સરકારી શાળાના સમયમાં વધારાની પુન:સમીક્ષા કરવા રજૂઆત
જામગનર જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણ સુધારણા માટેના કેળવણીની કડી પ્રોજેકટ અંતર્ગત શાળાના સમયમાં કરવામાં આવેલા એક કલાકના વધારાના નિર્ણયની સમીક્ષા કરવા અને શાળાના સમય દરમિયાન જ પ્રવૃતિ કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં તા.1/9 થી કેળવણીની કડી પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે.આ પ્રોજેકટ સંદર્ભે શાળાનો સમય 9.45 થી 5 સુધી રાખવાની સૂચના આપવામાં આવી છે.આથી આ અંગે પુન: સમીક્ષા કરી શાળા સમય દરમિયાન જ એટલે કે 11 થી 5 માં આ પ્રોજેકટનો અમલ કરવા માગ કરી છે. પ્રોજેકટનો હેતુ વિદ્યાર્થીઓનો સહ શૈક્ષણિક પ્રવૃતિ મારફત સર્વાંગી વિકાસ સાધવાનો છે. ત્યારે સરકાર દ્વારા ખેલમહાકુંભ, શાળાકીય રમતોત્સવ ચાલુ મહિનામાં જ થવાના છે. વળી જિલ્લા અને રાજયકક્ષાએ ગણીત વિજ્ઞાત પ્રદર્શન પણ શરૂ થવાના છે.શાળાનો સમય એક થી બે કલાક વધારવાના નિર્ણયથી શિક્ષકો તેમજ બાળકોની કાર્યક્ષમતા પર માનસિક વિપરીત અસર પડે તેમ છે. કારણ કે પ્રાથમિક શાળાના બાળકોને 4.30 થી 5 કલાક સુધી જ શિક્ષણ કાર્ય આપી શકાય તેવો મત મનોવૈજ્ઞાનિકો અને કેળવણીકારોએ વ્યકત કર્યો છે.આથી આ નિર્ણય અંગે પુન:વિચારણા કરવા માંગ કરી છે.

X
Jamnagar - જિલ્લાની સરકારી શાળાના સમયમાં વધારાની પુન:સમીક્ષા કરવા રજૂઆત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App