• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - ‘અમારો શેઢો શું કામ ખેડી નાખ્યો’ કહી પ્રૌઢ પર જીવલેણ હુમલો કર્યો

‘અમારો શેઢો શું કામ ખેડી નાખ્યો’ કહી પ્રૌઢ પર જીવલેણ હુમલો કર્યો

કલ્યાણપુરના રાણ ગામની સીમમાં શેઢા પાડોશીએ ઝઘડો કર્યો ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, 4 સામે હત્યાના...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:35 AM
Jamnagar - ‘અમારો શેઢો શું કામ ખેડી નાખ્યો’ કહી પ્રૌઢ પર જીવલેણ હુમલો કર્યો
કલ્યાણપુર તાલુકાના રાણ ગામની સીમમાં રહેતા પ્રૌઢ પર ચાર શખ્સોએ એકસંપ કરી પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે. શેઢાપાડોશીઓએ અમારા ખેતરનો શેઢો શુ કામ ખેડી નાખ્યો છે કહીને આ હુમલો કર્યાનુ બહાર આવ્યુ છે. પોલીસે ચારેય સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુરના રાણ ગામની સીમમાં રહેતા વલ્લભભાઇ જેરામભાઇ નકુમએ પોતાના પર હુમલો કરી બેફામ માર મારી માથા અને શરીરના ભાગે ઇજા પહોચાડયાની ફરિયાદ પરબત ધનાભાઇ પરમાર, અશ્વીન પરબતભાઇ, રમેશ પરબતભાઇ અને મનસુખ પરબતભાઇ સામે નોંધાવી છે.

ઇજાગ્રસ્ત પ્રૌઢના ઘર પાસે આવી તમો અમારો શેઢો શુ કામ ખેડી નાખેલ છે ω કહીને બોલાચાલી કરી ચારેય શખ્સોએ એકસંપ કરી જીવલેણ હુમલો કરી આડેધડ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાનુ જાહેર થયુ છે. પોલીસે ગુનો તપાસ હાથ ધરી છે.

X
Jamnagar - ‘અમારો શેઢો શું કામ ખેડી નાખ્યો’ કહી પ્રૌઢ પર જીવલેણ હુમલો કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App