તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં ગરમીના પ્રમાણમાં અવિરત વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર સહીત હાલારભરમાં શુક્રવારે મોડી સાંજે વાતાવરણમાં પલટા બાદ શનિવારે બપોરે ફરી ગરમીના પ્રમાણમાં વધારો થયો હતો.જામનગરમાં મહતમ તાપમાનનો પારો 38 ડીગ્રીએ પહોચી જતા શહેરીજનોએ બપોરના સુમારે આકરા તાપનો અહેસાસ કર્યો હતો.સતત છઠ્ઠા દિવસે પણ ગરમીનુ જોર યથાવત રહેતા જનજીવન અકળાયુ હતુ.

શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટા સાથે અમુક સ્થળોએ ઝંઝાવાતી પવન સાથે વરસાદ ખાબકયો હતો.ત્યારબાદ શનિવારે સવારથી ફરી સુર્યનારાયણે આકરો મિજાજ દર્શાવ્યો હતો.ખાસ કરીને બપોરના સુમારે દિવસના તાપમાનનો પારો 38 ડીગ્રીને આંબી જતા રાજમાર્ગો પર અવરજવર કરતા રાહદારીઓ ઉપરાંત વાહનચાલકોએ અંગ દઝાડતા તાપનો અનુભવ કર્યો હતો.

ભાદરવાના અંતિમ પખવાડીયા દરમ્યાન મહદ અંશે મિશ્રઋતુના માહોલ સાથે બપોરના ગરમીનુ જોર જોવા મળે છે. જામનગરમાં શનિવારે લધુતમ તાપમાન 25.2 ડીગ્રી, મહતમ તાપમાન 38.0 ડીગ્રી નોંધાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...