દ્વારકાના 9 ગામમાં ભરચોમાસે ટેન્કરથી પાણી વિતરણ

સ્થાનિક સોર્સમાં પણ પાણી નથી રહ્યું,પાણી માટે લોકોની હાલત કફોડી, તંત્ર દ્વારા આગવું આયોજન ન કરાતા હજુ પણ...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:35 AM
Jamnagar - દ્વારકાના 9 ગામમાં ભરચોમાસે ટેન્કરથી પાણી વિતરણ
દ્વારકા જિલ્લાના 22 ગામોને તંત્ર દ્વારા ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરાતું હતું.પરંતુ ખંભાળિયા તાલુકાના મહતમ ગામોમાં સ્થાનિક સોર્સમાં પાણીની આવક થતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.જ્યારે બીજી બાજુ તંત્ર કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના ગામડામાં પાણી અગેની યોગ્ય વ્યવસ્થા ન કરાતા ભરચોમાસે પણ નવ ગામોમાં ટેન્કર દ્વારા જ પાણીનું વિતરણ કરાઇ રહ્યું છે.

પુરવાઠ વિભાગ દ્વારા ઉનાળામાં પાણીની સમસ્યાને પહોંચી વળવા પાઇપ લાઇન નાખવી,બોર કરાવવા,હેન્ડપંપની સુવિધા કરવી જેવી કામગીરી કરવામાં આવી હતી.જિલ્લામાં પાણીની સમસ્યાને નિવારવા માટે સરકાર દ્વારા 241 લાખનો એક્શન પ્લાન પણ ઘડવામાં આવ્યો હતો.પરંતુ તંત્રની આળશના કારણે હજુ સુધી કામગીરી પુર્ણ ન થતા જિલ્લાના નવ ગામોમાં ભરચોમાશે ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.જેમાં કલ્યાણપુરના ચાર અને દ્વારકાના નવ ગામોમાં ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વિરપુર,નગડીયા,ધતુરીયા,સણોસરી અને દ્વારકા તાલુકાના ટુપણી,મૂળવેલ,પોસીતરા,બાટીસા,મોજપ ગામમાં હાલમાં ભરચોમાસે ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.બીજી બાજુ પુરવઠા વિભાગ દ્વારા કલ્યાણપુરના ઉપરોક્ત ચાર ગામોમાં પાણીની સમસ્યા નિવારવા માટે સાની ડેમ અને નર્મદાના નીર પહોંચે તેની વ્યવસ્થા માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.પરંતુ તંત્રની આળસના કારણે હજુ માત્ર ટેન્ડર પ્રક્રિયા જ પુર્ણ થઇ છે પરિણામે હાલમાં પણ ટેન્કર દ્વારાજ પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.જ્યારે દ્વારકાના પાંચ ગામમાં પાણી પહોંચાડવા માટે હજુ પણ વિચારણા કરવામાં આવી રહી છે.પુરવાઠ વિભાગ દ્વારા દ્વારકા જિલ્લાના ગામડામાં પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે મહત્વની કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અલગ યોજના કરીને પાણી પહોંચાડાશે: પુરવઠા વિભાગ

દ્વારકા જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારી પંકજ નાગર સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે,દ્વારકા તાલુકામાં સ્થાનિક સોર્સમાં જ પાણી નથી.જેથી તે તાલુકાના ગામડામાં જુથ યોજના અંતર્ગત એક અલગ યોજના બનાવવામાં આવશે પાઇપ લાઇન મારફતે પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરાશે.

દિવસ દરમિયાન ચાર ટેન્કરથી પાણી આવે છે: સરપંચ

દ્વારકાના મૂળવેલ ગામના સરપંચ રીણાભા જગતિયાએ જણાવ્યું હતું કે,ગામમાં પાણીની સમસ્યા છે.જેથી તંત્ર દ્વારા દરરોજ ચાર ટેન્કર પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.પાણીની પાઇપ લાઇન ગામથી દુર સુધી આવી પહોંચી છે.પરંતુ કોઇ કારણસર કામ આગળ ન વધતા કામગીરી આગળ વધતી નથી.

X
Jamnagar - દ્વારકાના 9 ગામમાં ભરચોમાસે ટેન્કરથી પાણી વિતરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App